સના ખાને પતિ માટે ક્યૂટ અંદાજમાં કર્યું બર્થડે વિશ, જુઓ હનીમૂનની નવી નવી તસ્વીરો
બોલીવુડને અચાનક જ અલવિદા કહેનારી એક્ટ્રેસ સના ખાન લગ્ન બાદ તેના પતિ મુફ્તી અનસ સાથે કાશ્મીર હનીમૂન માટે પહોંચી છે. કાશ્મીરથી લગાતાર સના ખાન તેની તસ્વીર અને વિડીયો શેર કરી રહી છે. સના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સના ખાન ઘણી તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ સના ખાને પતિ મુફ્તી અનસને બેહદ રોમેન્ટિક અંદાજમાં બર્થડે વિશ કર્યું હતું.

સના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મુફ્તી અનસની એક તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તે બરફની મોજમાં પોઝ દેતા નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા સના ખાને લખ્યું હતું કે, અલ્લાહ તમને સલામત રાખે અને મારી સાથે જન્નત સુધી રાખે. જન્મદિવસની શુભેચ્છા બેસ્ટ શૌહર. સના ખાનની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સના ખાને ગ્લેમરસ દુનિયાને અલવિદા કહીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે, તેણે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા માહિતી આપી હતી. આ પછી સના ખાને મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા હતા.

જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી. સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.”

સના ખાન અને અનસ સૈયદને 20 નવેમ્બરના રોજ લગ્ન કર્યા. આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું હતું કે, “અલ્લાહ માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કર્યા, અલ્લાહ આપણને આ દુનિયામાં સાથે રાખે અને સ્વર્ગમાં ફરી મળી શકે.”

સના અને અનસના સંબંધોની વાત કરીએ તો એક્ટર એજાઝ ખાનના માધ્યમથી બંનેની મુલાકાત થઇ હતી. એજાઝને જ બંનેની પહેલી વાર મુલાકાત કરાવી હતી. અનસને મળ્યા પછી સનાને સમજાયું કે તેણે ધર્મની નજીક રહેવું જોઈએ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવું જોઈએ. મુફ્તી અનસ ગુજરાતના સુરતનાં છે અને તે ધાર્મિક નેતા અથવા ઇસ્લામિક વિદ્વાન છે. તે વ્યવસાયે વેપારી પણ છે.

સના ખાનએ 2005માં ફિલ્મ યહી હૈ હાઈ સોસાયટીની તેની કરિયરની શરૂઆત કરી હતી. આ સાથે જ ટીવી સિરિયલ અને એડ ફિલ્મોમાં પણ કામ કરવા લાગી હતી. આ બાદ તેને 2008માં ફિલ્મ સિલ્મબટ્ટમથી તમિલ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ સનાએ કન્નડ અને મલયાલમ ફિલ્મમાં પણ કામ કર્યું હતું.

સનાની બૉલીવુડ ફિલ્મની વાત કરવામાં આવે તો સના ખાન ફિલ્મ હલ્લા બોલ, જય હો અને વજહ તુમ હોમાં નજરે આવી ચુકી છે. આ સિવાય તે નાના પડદા પર બિગબોસ-6માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. આ સાથે જ તે ફિયર ફેક્ટર: ખતરોં કે ખેલાડી 6 અને કિચન ચેમ્પિયન 5માં જોવા મળી હતી.