મનોરંજન

કાશ્મીરની વાદીયોમાં રજાઓ માણી રહી છે સના ખાન, પતિ અનસ સાથે વીડિયોમાં જોવા મળ્યો સુંદર નજારો

જન્નત કહેવાતા કાશ્મીર પહોંચ્યા બંને, જુઓ બ્યુટીફૂલ તસ્વીરો

અભિનેત્રી સના ખાન લગ્ન બાદ પોતાના પતિ મુફ્તી અનસ સાથે રજાઓ માણવા માટે કાશ્મીરમાં પહોંચી ગઈ છે. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. સનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જ આ વીડિયો અને તસવીરો શેર કરીને માહિતી આપી છે કે તે કાશ્મીરમાં જઈ રહી છે.

સનાએ પોસ્ટ કરેલા સ્ટોરી વીડિયોમાં તે તેના પતિ સાથે નજર આવી રહી છે, એક વીડિયોની અંદર તે પોતાના પતિ સાથે એરપોર્ટ ઉપર કાશ્મીર જવા માટે રવાના થતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બંને એરપોર્ટ ઉપર પ્લેનની નીચે ઊભા છે અને એક વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તો કાશ્મીર પહોંચ્યા બાદ પણ સનાએ સ્ટોરીમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેની અંદર તે હોટલની બાલ્કનીમાં બેઠેલી જોવા મળે છે. અને તેનો પતિ અનસ તેની પાછળથી આવે છે, સાથે સના આ વીડિયોની અંદર કાશ્મીરની વાદીઓ પણ બતાવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ વીડિયોની અંદર સના બાલ્કનીમાં બેસી અને કાશ્મીરની સુંદરતા વિશે જણાવી રહી છે અને તરત જ તેનો પતિ રૂમમાંથી “બહુ જ ઠંડી છે” એમ કહેતા બહાર આવે છે અને સનાને વીડિયો બનાવતા જોઈને હસવા લાગી જાય છે. સના પણ તેને જોઈને હસી પડે છે ત્યારબાદ સના કેમેરાને કાશ્મીરની વાદીઓ તરફ ફેરવે છે જેમાં કાશ્મીરનો નજારો પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

સના ખાને ફિલ્મી દુનિયાને અચાનક જ અલવિદા કહી દીધું હતું અને ત્યારબાદ 20 નવેમ્બરના રોજ મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ હતી, હવે સનાની રજાઓ માણવાની તસવીરો પણ વાયરલ થઇ રહી છે.