સના ખાને પહેર્યો ગુલાબનો સેહરો, તસ્વીર શેર કરીને બોલી- હું લગ્ન માટે આ પહેરવા માંગતી હતી પરંતુ…
એક્ટ્રેસ સના ખાન આજે ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેના લગ્ન બાદ તેની લેટેસ્ટ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. સના ખાને બોલીવુડને અલવિદા કહ્યા બાદ મુફ્તી અનસ સાથે નિકાહ કરી લીધા હતા. એક્ટ્રેસ હાલમાં જ હનીમૂન પરથી પરત ફરી છે. સના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર અમુક તસ્વીર શેર કરી છે. જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
View this post on Instagram
આ તસ્વીરમાં સના ખાનએ તેના માથા પર ગુલાબનો સેહરો લગાવેલો નજરે ચડે છે. આ તસ્વીરમાં સના ખાન અલગ-અલગ પોઝ આપતી નજરે ચડે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે, પિન્ક અને વ્હાઇટ કલરના ફૂલોને તેના વાળ પર સજાવેલી ખુબસુરત લાગી રહી છે. આ ફૂલો સાથે સનાની ખુબસુરતી ચાર ચાંદ લગાડી રહી છે. સના ખાને પ્રિન્ટેડ દુપટ્ટો અને મેકઅપ સાથે એક્ટ્રેસે તેના લુકને પૂર્ણ કર્યો હતો. આ સાથે જ સના ખાન કિલર સ્માઈલ આપી રહી છે. ફેન્સને એક્ટ્રેસની આ તસ્વીર બહુ જ પસંદ આવી રહી છે.

આ તસ્વીરો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, હું મારા લગ્નમાં હંમેશાથી પહેરવા માંગતી હતી. પરંતુ હું ઓર્ડર કરવાનું ભૂલી ગઈ હતી. મારી નસરીન દીદીનો આભાર. જેને મને મારા નિકાહને દિવસે આપ્યું પરંતુ મેં તેને પહેરવામાં 2 દિવસ લગાડ્યા. પરંતુ જુઓ હજુ પણ આ કેટલો ફ્રેશ છે.

જણાવી દઈએ કે, ફિલ્મોમાં એક્ટિંગથી દમ દેખાડનારી એક્ટ્રેસ સના ખાનએ ઓક્ટોબર મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂરી બનાવી લીધી હતી. આ પાછળનું કારણ તેને ઇસ્લામના રસ્તા પર ચાલવાનું જણાવ્યું હતું.

જણાવી દઈએ કે, સના ખાને ગુજરાતના મુફ્તી અનસ સૈયદ સાથે 20 નવેમ્બરના રોજ લગ્ન કરી લીધા હતા. સના ખાને લગ્ન બાદ મહેંદીથી લઈને હલ્દી અને વલીમે સુધીની તસ્વીર અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સના ખાન છેલ્લે વેબ સીરીઝ સ્પેશિયલ ઓપ્સમાં લીડ રોલમાં જોવા મળી હતી.
View this post on Instagram