સના ખાને ‘હિજાબ’ પહેરવા પર ટ્રોલ કરતા યુઝરને આપ્યો એવો જવાબ કે બોલતી થઇ ગઇ બંધ

યુઝર બોલ્યો- આટલુ ભણાવનો શુ ફાયદો, જયારે પડદામાં જ રહેવાનુ છે, સના ખાને આપ્યો મુંહતોડ જવાબ

“બિગબોસ”ની પૂર્વ પ્રતિયોગી અને અભિનેત્રી સના ખાને અભિનયની દુનિયાને અલવિદા કહી દીધુ છે પરંતુ તે ઘણીવાર ચર્ચામાં રહે છે.

જો કે, અભિનયથી દૂર સના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેણે 20 નવેમ્બરે સુરતના વ્યવસાયી મુફતી અનસ સૈયદ સાથે તેના લગ્નની ઘોષણા કરી ચાહકોને હેરાન કરી દીધા હતા.

હાલમાં જ તેને પતિ અનસ સૈયદ દ્વારા ક્લિક કરવામાં આવેલ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સના ખાન આ તસવીરમાં ‘હિજાબ’ પહેરેલી જોવા મળી હતી. તેની આ તસવીર પર કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી તો કેટલાક લોકોએ તેને ‘હિજાબ’ પહેરવા પર ટ્રોલ કરી હતી.

સના ખાન આ તસવીરમાં એક ટેબલ પર બેઠેલી છે અને તેના હાથમાં એક ગ્લાસ જોવા મળી રહ્યો છે. સના આ લુકમાં ખૂબસુરત લાગી રહી છે. સનાની આ તસવીર તેના પતિ અનસ સૈયદે ક્લિક કરી છે. તસવીર શેર કરી તેણે એક કેપ્ષન પણ લખ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સનાએ લખ્યુ છે કે, સાંભળો… ! લોકોથી ડરો છો કેમ ? શુ તમે આયત નથી વાંચી. અલ્લાહ જેને ઇચ્છે તેને ઇજ્જત આપે છે અને જેને ઇચ્છે તેને જિલ્લત. કયારેક ઇજ્જતોમાં જિલ્લત છૂપાયેલી હોય છે અને કયારેક જિલ્લતોમાં ઇજ્જત. વિચારવાનુ અને સમજવાનુ આપણે છે કે આપણે કયા રસ્તા પર ચાલવાનુ છે અને આપણે ખરેખર કઇ વસ્તુના હકદાર બની રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, એક યુઝરે ‘હિજાબ’નો મજાક ઉડાવતા લખ્યુ કે, આટલુ ભણવાનુ શુ ફાયદો, જયારે બધાની જેમ પડદાની અંદર જ રહેવાનુ છે. આ પર સના ખાને આ યુઝરને મુહતોડ જવાબ આપ્યો હતો.

સનાએ જવાબ આપતા કહ્યુ કે, મારા ભાઇ હું પડદામાં રહીને બિઝનેસ કરી શકુ છુ. મારી પાસે શાનદાર સાસરાવાળા છે અને પતિ છે તો મને બીજુ શુ જોઇએ.

સૌથી જરૂરી, અલ્લાહ મારી બધી રીતે રક્ષા કરે છે. અલ્હામદુલ્લાહ. મે મારો અભ્યાસ પૂરો કરી લીધો છે તો શુ આ વિન-વિન સિચુએશન નથી ??

Shah Jina