હનીમૂનથી પાછા આવતા સમયે સના ખાને કરાવ્યો કોરોના ટેસ્ટ, વાઇરલ થયો વિડીયો
અભિનેત્રી સના ખાન આજકાલ ખુબ જ ચર્ચામાં છે. તેને અચાનક બૉલીવુડ છોડી દીધું અને સુરતના મૌલવી અનસ સૈયદ સાથે લગ્ન પણ કરી લીધા. જેનાથી તેના ચાહકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા. સનાની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હાલમાં જ તે પોતાનું હનીમૂન મનાવવા માટે કાશ્મીર પહોંચી હતી.
View this post on Instagram
કાશ્મીરમાંથી પણ સનાએ ઘણી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા, હવે સના કાશ્મીરથી જયારે પરત આવી ગઈ છે ત્યારે એ દરમિયાન તેને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો વીડિયો પણ તેને શેર કર્યો છે અને તે પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
સનાએ કાશ્મીર એરપોર્ટ ઉપર પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો એક વીડિયો સનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. જેમાં તેને કેપશનમાં “કોવિડ ટેસ્ટ” લખ્યું છે. સાથે આંખ મારીને સ્માઈલ કરતું ઈમોજી પણ શેર કર્યું છે.
View this post on Instagram
સનાએ શેર કરેલા વીડિયોની અંદર તે કોરોના ટેસ્ટ કરાવતી વખતે ડરતી નજર આવે છે, તેને પોતાની આંખો પણ બંધ કરી લીધી છે, અને તેને છીંક પણ આવતી જોવા મળી રહી છે. સનાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
સનાએ કાશ્મીરમાંથી કેટલાક વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં તે કાશ્મીરની વાદીઓ બતાવતી પણ જોવા મળી રહી હતી, સાથે તે કાશ્મીરમાં પડી રહેલી ઠંડી વિશે પણ જણાવી રહી છે. અને ત્યાં હીટર ના હોય તો મોત જ થાય એવું પણ સના કહે છે.