મનોરંજન

સના ખાન પોતાના પતિ સાથે ગુલમર્ગ બરફમાં બાઈક રાઇડનો આનંદ માણતી મળી જોવા, વીડિયો વાયરલ

વાહ પ્રેમ હોય તો આવો, જુઓ વીડિયોમાં પતિ જોડે કેવી મસ્ત રાઈડ કરી

કાશ્મીરમાં સના ખાનનો રોમાન્ટિક અંદાઝ, પતિ સાથે ગુલમર્ગમાં કરી રહે છે બરફની અંદર બાઈક સવારી અને મઝા

Image Source (Instagram:sanakhaan)

બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના સાથે લગ્ન કરી લેનાર અભિનેત્રી સના ખાન આજકાલ પોતાના હનીમૂનને લઈને ઘણી જ ચર્ચામાં છે. સના ખાન પતિ મુફ્તી અનસ સાથે કાશ્મીરમાં હનીમૂન માણી રહી છે. તેની હનીમૂનની ઘણી તસવીરો અને વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યા છે.

Image Source (Instagram:sanakhaan)

હાલ સના ખાનનો તેના પતિ સાથે ગુલમર્ગનાં બરફ ભરેલા રસ્તાઓ ઉપર બાઈક રાઈડ માણતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સના ખાને તેની ઇન્સટાગ્રામ સ્ટોરીની અંદર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે સનાનો પતિ મુફ્તી અનસ બાઇકના ડ્રાઈવિંગ સીટ ઉપર છે તો સના તેની પાછળ બેસીને વીડિયો બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

સના ખાનના આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. આ ઉપરાંત સના ખાનની બીજી પણ ઘણી તસવીરો સામે આવી છે જેમાં તે કાશ્મીરની અંદર ખુબ જ ખુશ જોવા મળી રહી છે.

Image Source (Instagram:sanakhaan)

સના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે કાશ્મીરના બરફમાં મઝા માણી રહી છે.

Image Source (Instagram:sanakhaan)

સના ખાન બરફમાં ગરમ કપડાં સાથે જોવા મળે છે. જેમાં તેના ચહેરા ઉપર એક ખુશીની ચમક પણ જોઈ શકાય છે.

Image Source (Instagram:sanakhaan)

બીજી એક તસ્વીરમાં સના પોતાના પતિ મુફ્તી અનસ સાથે મસ્તી કરતી પણ જોવા મળી રહી છે. જેમાં તે બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Image Source (Instagram:sanakhaan)

સનાએ આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં “હેવન” લખ્યું છે. કાશ્મીરની સુંદરતા અને બર્ફીલા વાતાવરણમાં આનંદ માણવો એ સનાના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે.