નિકાહ ઉપર બોલી સના, મૌલાના અનસ સાથે લગ્ન ઉપર બોલી સના…કહ્યું કે “આ એક રાતનો નિર્ણય નહોતો, તેમને પામવા માટે વર્ષોથી દુઆ કરી છે” અને પછી

બોલીવુડની સુંદર અભિનેત્રી સના ખાને અચાનક બૉલીવુડ છોડ્યા બાદ અચાનક જ લગ્ન પણ કરી લીધા જેના કારણે ચાહકો પણ શોકમાં હતા. તેને સુરતના મૌલાના મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા. તેના લગ્નની ઘણી તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

સના ખાન હનીમૂન મનાવવા માટે કાશ્મીરમાં ગઈ હતી, ત્યાંથી પણ સનાએ ઘણા વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. હવે સના પોતાના પતિ અનસ સૈયદને લઈને આપેલા એક નિવેદનથી ચર્ચામાં આવી ગઈ છે.

ટીઓઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂની અંદર સનાએ જણાવ્યું હતું કે, “અનસ સાથે લગ્ન કરવાનો નિર્ણય મેં રાતો રાત નથી લીધો. આવા વ્યક્તિને પામવા માટે મેં ઘણા વર્ષો સુધી દુવા માંગી છે. મેં અનસમાં મને જે સૌથી સુંદર લાગે છે તે એ કે તે ખુબ જ શરીફ છે અને તેનામાં હયા છે.
તે જજમેન્ટલ નથી. તેમને મને કહ્યું, ‘જો કોઈ સારી વસ્તુ ગટરમાં પડી જાય તો તેના ઉપર તમે 10 ડોલ પાણી નાખી દો તે છતાં પણ તે ચોખ્ખી નથી બનતી.જો તમે તેને ગટરમાંથી બહાર કાઢી અને એક ગ્લાસ પણ પાણી નાખો છો તો તે ચોખ્ખી બની જાય છે.’ આ વાતે મારા ઉપર ઊંડી અસર કરી હતી.”
તો સના ખાને ફેમેલી પ્લાનિંગ વિશે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પતિ અનસ સૈયદ ફેમેલી પ્લાનિંગ માટે સમય માંગે છે. પરંતુ સના પોતે જલ્દી જ મા બનવાની ઈચ્છા રાખે છે. સના ખાનના પતિ અનસના દેખાવને લઈને તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોનું કહેવું હતું કે સના અને અનસની જોડી સારી નથી લાગી રહી.
View this post on Instagram
આ વાત ઉપર પણ સનાએ કહ્યું હતું કે, “મને લોકોએ ટ્રોલ કરી અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ખરાબ કોમેન્ટ પણ કરી હતી. આ ખોટી વાત હતી. તેમને આમ એટલા માટે કર્યું કારણ કે મેં ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો અને જીવનમાં મારા રસ્તા ઉપર જવાનું નક્કી કર્યું હતું. નહિ તો મારા લગ્નથી કોઈને શું મુશ્કેલી હોઈ શકે?”
View this post on Instagram
તો બીજી તરફ સનાના પતિ અનસે પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ટ્રોલિંગના સવાલોને લઈને જણાવ્યું હતું કે, “લોકો એ વિચારવા માટે આઝાદ છે કે અમારી જોડી સારી નથી, પરંતુ અમે જાણીએ છીએ કે અમે સાથે કેટલું સહજ અનુભવીએ છીએ. મેં ખુદાને સના ખાન સાથે લગ્નની પ્રાર્થના કરી હતી અને તેમને મારી ફરિયાદ સાંભળી લીધી.”
View this post on Instagram
સના ખાને પણ આ બાબતે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે જેની અંદર આ બધી બાબતનો ખુલાસો પણ કર્યો છે.