મનોરંજન

ઇસ્લામ માટે સિનેમા છોડી ચુકેલી સનાના લગ્ન, સૂરતમા પરિવારની સામે આ વ્યક્તિને કહ્યું-કુબૂલ હૈ

એક સમયની હોટ હિરોઈને ઇસ્લામ ધર્મ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મારી લાત, ગુજ્જુ જોડે નિકાહ કર્યા

જાયરા વસીમની રાહ પર ચાલીને બૉલીવુડ છોડીને પુરી રીતે ઇસ્લામ ધર્મના પ્રચારમાં પોતાનું જીવન લગાવવાની ઘોષણા કરનારી પૂર્વ અભિનેત્રી સના ખાને 20 નવેમ્બરના રોજ ગુજરાત-સુરતના એક મુફ્તી અનસ સઈદ સાથે લગ્ન કરી લીધા છે. એવામાં હવે સનાના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

Image Source

લગ્નમાં સનાએ સફેદ રંગનો ડ્રેસ પહેરી રાખ્યો હતો અને તેના ભાવિ પતિએ સફેદ  કુર્તો-પાઈજામાં પહેરી રાખ્યો હતો. એવામાં તાજેતરમાં જ એકવાર ફરીથી સનાએ પતિ સાથેની તસ્વીર શેર કરી છે જેમાં સનાએ લાલ રંગનો સુંદર લહેંગો પહેરી રાખ્યો છે. લાલ રંગના લહેંગામાં સના ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

તસ્વીર શેર કરતા સનાએ લખ્યું કે,”અલ્લાહને લીધે અમે એકબીજાને પસંદ કર્યા, અલ્લાહ માટે એક બીજા સાથે લગ્ન કર્યા, અલ્લાહ અમને દુનિયામાં હંમેશા એકસાથે રાખે અને જન્નતમાં ફરિથી મળાવે”.

Image Source

વર્ષ 2006 માં આવેલી ફિલ્મ ‘વજહ તુમ હો’ માં સનાનો ખુબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની સાથે શરમન જોશી અને ગુરમીત ચૌધરી પણ મુખ્ય કિરદારમાં હતા. ફિલ્મમાં સનાના અભિનયની દર્શકો દ્વારા ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

Image Source

સનાએ આગળના મહિને 8 ઓક્ટોબરના રોજ બૉલીવુડ છોડવાની ઘોષણા કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી. સના 15 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે પણ અચાનક જ તેને એ અનુભવ થયો કે દુનિયામાં વ્યક્તિનું લક્ષ્ય માત્ર દૌલત-શૌહરત જ હોવું ન જોઈએ.

Image Source

લાંબા સમય સુધી કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસને ડેટ કરનારી સનાએ બ્રેકઅપ પછી પોતાની કહાની સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સના અને મેલ્વિન વર્ષ 2018 માં એકબીજાને મળ્યા હતા અને આગળના વર્ષે વેલેન્ટાઈન ડે પર પોતાના રિલેશનશિપને જગજાહેર કર્યું હતું.

Image Source

સના ખાને વર્ષ 2005 માં હિન્દી ફિલ્મ ‘યહી હૈ હાઈ સોસાઈટી’ દ્વારા ડેબ્યુ કર્યુ હતું. આ સિવાય તે મલયાલમ, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સના ખાન બિગ બોસ અને ફિયર ફેક્ટર જેવા શો નો હિસ્સો પણ રહી ચુકી છે.