ખબર ફિલ્મી દુનિયા

સના ખાને શેર કરી મહેંદીની તસ્વીર, ટ્રેડિશનલ લુકમાં ખુબસુરત અંદાજમાં પોઝ આપતી આવી નજરે

એક સમયની સૌથી કાતિલ અભિનેત્રી જે બોલીવુડની રંગીન દુનિયાને છોડીને ઇસ્લામ ધર્મના રસ્તે ચડી ગઈ..ફેન્સ બોલ્યા માશા અલ્લાહ જુઓ ટ્રેડિશનલ અવતાર-

ઇસ્લામ ધર્મને ખાતીર બોલીવુડને અલવિદા કહેનાર બૉલીવુડ એક્ટ્રેસ સના ખાન આજકાલ તેના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. સના ખાને હાલમાં જ ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે નિકાહ કર્યા છે.

Image source

હાલમાં જ સના ખાન તેની મહેંદીથી જોડાયેલી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે તસ્વીર ફેન્સને બહુ જ પસંદ આવી રહી છે.

Image source

આ શેર કરેલી તસ્વીરમાં સના ખાન હાથમાં મહેંદી લગાડેલી નજરે ચડે છે. આ તસ્વીરમાં તેની ખુબસુરતી જોવાલાયક છે. ટ્રેડિશનલ ડ્રેસમાં સના ખાન બેહદ સુંદર લાગી રહી છે. તો સનાની મહેંદીની તસ્વીર જોઈને ફેન્સ તેની તારીફ કરતા થાકતા નથી.

Image source

સના ખાન તેની તસ્વીરમાં ઓરેન્જ શૂટ અને પિંક દુપટ્ટો ઓઢેલી નજરે આવી રહી છે. બંને હાથમાં મહેંદી લગાવીને સના ખાન જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.

Image source

સોશિયલ મીડિયા યુઝર્સે તેની મહેંદી જોઈને કમેન્ટ કરી રહ્યા છે. તો ઘણી તસ્વીર સના ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે.

Image source

જણાવી દઈએ કે, સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, અલ્લાહ માટે એકબીજાને પ્રેમ કર્યો. અલ્લાહ માટે લગ્ન કર્યા. આ દુનિયામાં અલ્લાહે અમને સાથે રાખ્યા છે અને જન્નતમાં બીજી વાર મળાવે.

Image source

મીડિયા રિપોર્ટનું માનીએ તો સનાનો પતિ ધર્મ ગુરુ છે. તેની લગ્નની અચાનક સામે આવેલી તસ્વીરે બધાને હેરાન કરી દીધા હતા. સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પુરી રીતે અલવિદા કહી દીધું છે.

Image source

જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી. સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.