બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી લેનારી અભિનેત્રી સના ખાન ખુબ જ ચર્ચામાં છવાયેલી રહે છે. સના ખાન અને તેના પતિ અનસની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

સના પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને હિજાબ ઓઢીને એક તસ્વીર શેર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. સના ખાનની આ તસ્વીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ તસ્વીરની અંદર સના બ્રાઉન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. આ તસ્વીરની સાથે સનાએ પોતાના પતિના સાથ અને સહકાર માટે તેનો ધન્યવાદ પણ વ્યક્ત કર્યો છે.

સનાએ લખ્યું છે, “આ મેટર નથી કરતું કે તમે સારું કરી રહ્યા છો તો લોકો નોટિસ નથી કરી રહ્યા. મેટર એ કરે છે કે અલ્લાહ તેને નોટિસ કરી રહ્યા છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય અથવા રિએક્શન રહ્યું હોય. હંમેશા મને સારી તરફ પ્રેરિત કરવા માટે આભાર અનસ.”

સના ખાને 20 નવેમ્બર 2020ના રોજ અનસ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને કાશ્મીર હનીમૂન માટે પણ ગયા હતા. સના અને તેના પતિની હનીમૂન દરમિયાનની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી હતી.