મનોરંજન

કાશ્મીરમાં હનીમૂન માણી રહેલી સના ખાને કહયું: “બાકી કઈ હોય ના હોય, પણ આ ના હોય તો તમારું મોત છે ભાઈ”

કાશ્મીરની વાદીયોમાં હનીમૂન માણી રહી છે સના ખાન, કડકડતી ઠંડી વચ્ચે જોવા મળ્યો આ અંદાજ

બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના સાથે અચાનક લગ્ન કરીને બધાને ચોંકાવી દેનારી અભિનેત્રી સના ખાન આજકાલ પોતાની રજાઓ માણવા માટે કાશ્મીરમાં સમય વિતાવી રહી છે. ત્યારે આ દરમિયાન સનાના ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

Image Source

હાલમાં જ સના ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર તે કહેતી જોવા મળે છે કે: “બાકી કઈ હોય ના હોય પરંતુ જો બોસ આ ના હોય, તો તમારું મોત જ છે ભાઈ” સના ખાનના આ વીડિયો ઉપર ચાહકો ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Image Source

સના ખાન આ વીડિયોની અંદર કાશ્મીરની ઠંડી વિશે વાત કરી રહી છે.આ વીડિયોમાં જોઈ શકાય છે કે સના ખાન કાળા રંગના બુર્ખામાં બેઠી છે અને હીટર સામે  ઈશારો કરી અને જણાવી રહી છે.

સના ખાન કાશ્મીરના પ્રવાસે નીકળી ત્યારથી તે અલગ અલગ વીડિયો અને તસવીરો પોસ્ટ કરી ચાહકોને પોતે કાશ્મીરમાં રજાઓ માણી રહ્યા હોવાનું જણાવી રહી છે.