બોલ્ડનેસ માટે મશહૂર હતી આ અભિનેત્રી, સપનામાં જોઇ લીધુ એવું ભયાનક કે અચાનક જ છોડી દીધી એક્ટિંગ

ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી હિજાબ પહેરવા પર સના ખાનનો ખુલાસો : બોલી- મને રોજ રાત્રે સપનામાં….

સના ખાન બોલિવુડની ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. તે અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. સલમાન ખાનની ફિલ્મ ‘જય હો’માં તે નેગેટિવ પાત્રમાં હતી. તે ઉપરાંત તે અક્ષય કુમારની ટોયલેટ એક પ્રેમ કથામાં પણ નાના રોલમાં નજર આવી ચૂકી છે. સના ખાનની ફિલ્મ વજહ તુમ હો ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. જો કે, હવે તે ગ્લેમરની દુનિયાને અલવિદા કહીને પોતાના નવા જીવનથી ઘણી ખુશ છે.સના ખાને ‘બિગ બોસ 6’થી ટીવી પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

બે વર્ષ પહેલા 2020માં તેણે અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. એક સમયે પોતાની દરેક તસવીરમાં ગ્લેમર ઉમેરનાર સના ખાન હવે હિજાબમાં જ જોવા મળે છે. અનસ સઈદ સાથે લગ્ન કર્યા બાદ તે ધર્મના માર્ગે ચાલી ગઇ. હવે બે વર્ષ બાદ સના ખાને હિજાબ પહેરવાના પોતાના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ એક વિડિયો શેર કર્યો છે જેમાં તેણે જણાવ્યુ છે કે તેણે શા માટે તેની જીવનશૈલી બદલી, તેણે હિજાબ કેમ પહેરવાનું શરૂ કર્યું અને ફિલ્મોને અલવિદા કેમ કહ્યું. વીડિયોમાં પણ સના ખાન બ્લેક બુરખામાં જોવા મળી રહી છે.

તે કહે છે, ‘મારી પાછલી જિંદગીમાં ચોક્કસપણે બધું જ હતું. નામ, પૈસા, ખ્યાતિ, બધું. હું જે કરવા માંગતી હતી તે કરી શકતી હતી. પણ આ બધામાં એક વસ્તુ ખૂટતી હતી. મારા હૃદયને આરામ અને શાંતિ મળતી ન હતી. મેં વિચાર્યું કે મારી પાસે બધું છે, પણ હું કેમ ખુશ નથી ? તે ખૂબ જ મુશ્કેલ હતું અને એવા દિવસો આવ્યા જ્યારે હું ડિપ્રેશનમાં હતી. પછી અલ્લાહે મને નિશાનીઓ મોકલી. સંદેશ આપ્યો. સના ખાને વીડિયોમાં 2019નો ઉલ્લેખ કર્યો છે. તે કહે છે, વર્ષ 2019માં તે રમઝાનનો મહિનો હતો. હું સપનામાં મારી કબર જોતી હતી.

હું સળગતી કબર જોઈ શકતી હતી જેમાં હું હતી. મેં ખાલી કબર જોઈ નથી. મેં એમાં મારી જાતને જોઈ. મેં વિચાર્યું કે આ અલ્લાહની નિશાનીઓ છે, જે તે મને આપી રહ્યા છે કે જો હું પોતાને નહીં બદલું તો મારો અંત આવો જ થશે. આનાથી હું થોડી પરેશાન થઈ ગઇ હતી.’ સના ખાન આગળ કહે છે, ‘તે સમયે જે ફેરફારો થઈ રહ્યા હતા તે મને હજુ પણ યાદ છે. હું ઇસ્લામના પ્રેરક ભાષણો સાંભળતી હતી. એક રાત્રે મેં ખૂબ જ સુંદર કંઈક વાંચ્યું. તે હતુ, તમે એ નહિ ઇચ્છો કે તમારો છેલ્લો દિવસ હિજાબ પહેરવાનો પહેલા દિવસ હોય.

આ વાત મને ઊંડે સુધી સ્પર્શી ગઈ. હું રડવા લાગી. હું બીજા દિવસે સવારે જાગી ગઇ, ત્યારે મારો જન્મદિવસ હતો. મેં પહેલા ઘણા સ્કાર્ફ ખરીદ્યા હતા. મેં તે દિવસે દુપટ્ટો બાંધ્યો હતો, મારી જાતને કહ્યું હતું કે હવે હું તેને ક્યારેય હટાવીશ નહીં.’ તે કહે છે, “મને ખુશી છે કે હું હવે બદલાઈ ગઈ છું. હવે હું પાછી જવાની નથી. હવે હું ક્યારેય મારો હિજાબ ઉતારવાની નથી.’ જણાવી દઇએ કે, સના ખાન તાજેતરમાં તેના પતિ અનસ સઈદ સાથે હજ પર ગઈ હતી. આ પ્રવાસમાંથી પરત ફર્યા બાદથી તે ઘણી જ ખુશ છે. રસપ્રદ વાત એ છે કે, સના ખાનની ગણતરી એક સમયે બોલિવૂડની એવી અભિનેત્રીઓમાં થતી હતી જેણે ગ્લેમરના આધારે કારકિર્દી બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

Shah Jina