મનોરંજન

શૌહર અનસ સૈયદ સાથે મક્કા પહોંચી સના ખાન, અભિનેત્રીએ અલ્લા પાસે આ વસ્તુની માંગી માફી

ભૂતપૂર્વ અભિનેત્રી સના ખાન ગ્લેમર ઇન્ડસ્ટ્રીથી દૂર રહેવા છતાં હેડલાઇન્સમાં રહે છે. ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા બાદ સનાએ અચાનક મૌલાના અનસ સૈયદ સાથે લગ્ન કરી લીધા. જોકે હવે આ કપલના લગ્નને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંને એકસાથે ઘણો ક્વોલિટી ટાઈમ વિતાવે છે, જેની ઝલક તેઓ ફેન્સ સાથે પણ શેર કરતા રહે છે. આ દિવસોમાં સના તેના પતિ સાથે મક્કામાં સુંદર પ્રવાસ પર છે, જ્યાંથી તેણે હાલમાં જ એક ખાસ વીડિયો શેર કર્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે.

સના ખાન અને મૌલાના અનસ સૈયદ ઈબાદત માટે મક્કા ગયા છે. ત્યાં પહોંચી સના ખાને પોતાના અતીત એટલે કે વીતેલા જીવનમાં જે પણ ભૂલો થઇ છે તેના માટે અલ્લાહ પાસે માફી માંગી છે અને ભવિષ્ય બદલવાની પ્રાર્થના કરી છે. વીડિયો શેર કરીને પૂર્વ અભિનેત્રીએ તેના વિશે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે.

વીડિયોમાં સના તેના પતિ મૌલાના અનસ સૈયદ સાથે મક્કામાં નમાજ પઢવા જતી જોવા મળે છે. આ દરમિયાન પૂર્વ અભિનેત્રી ગ્રીન કલરના હિજાબમાં જોવા મળી રહી છે. ત્યાં જ અનસ સૈયદ સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, ‘યાહ અલ્લાહ અમને અમારા ભૂતકાળ માટે માફ કરો અને અમારું ભવિષ્ય બદલી નાખો.’ પૂર્વ અભિનેત્રીનો આ વિડીયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સના ખાને ગયા વર્ષે અચાનક જ ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવાનો નિર્ણય લઈને ચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી તેણે 20 નવેમ્બરે અનસ સૈયદ સાથે લગ્ન કર્યા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સના ખાન ‘જય હો’, ‘વજહ તુમ હો’ અને ‘ટોયલેટ એક પ્રેમ કથા’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

એક્ટિંગને અલવિદા કહી ચુકેલી ભૂતપૂર્વ અભિનેત્રી સના ખાન હવે તેના પતિ અનસ સૈયદ સાથે લગ્ન બાદ જીવનનો આનંદ માણી રહી છે. સના ખાન લગ્ન બાદ લોકોડાઉન અને કોરોનાને લગતા પ્રતિબંધ હટ્યા બાદ પતિ સાથે હનીમૂન માણવા માલદીવ ગઈ હતી. તે દરમિયાન તેણે તેના પતિ સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. આ બાદ તેનો વધુ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે પતિ અનસ સાથે લોંગ ડ્રાઈવ એન્જોય કરી રહી હતી. તે બાદ સના તેના પતિ સાથે બીજી સુંદર સફર પર નીકળી છે.

સના ખાને ઈન્સ્ટાગ્રામ પર તેની સુંદર જર્નીનાં ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કર્યા હતા. આ તસવીરો અને વીડિયો શેર કરતી વખતે તેણે લખ્યુ કે તે ચાહકોને દરેક ક્ષણ અને ફૂડ વિશે માહિતગાર કરશે. વાસ્તવમાં સના ખાન તેના પતિ સાથે ઉમરાહ માટે મક્કા પહોંચી છે. તેણે ફ્લાઈટમાં બેઠેલી તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે સફેદ બુરખામાં જોવા મળી હતી. આ તસવીર શેર કરતા સનાએ લખ્યું, “ઉમરાહ, શું હસીન સમા હશે, શું હસીન ક્ષણહશે, જ્યારે ખાના-એ-ખુદામાં અમારા હજારી હશે, લગ્ન પછીના અમારા જીવનની સુંદર સફર.”

આ પછી સનાએ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં સના તેના પતિ સાથે હોટલમાં પ્રવેશતી જોવા મળી હતી. હોટેલમાં તેમનું સ્વાગત અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું હતુ. આ વિડીયો શેર કરતા સના ખાને લખ્યું, “અને સુંદર સફર શરૂ થઈ. મક્કાની સૌથી લોકપ્રિય હોટેલમાં. આવનારા દિવસોમાં રોકાવાનું, ખાવાનું અને તમામ બાબતો વિશે ટૂંક સમયમાં માહિતી આપીશ. જો તમે અહીં રહેશો તો તમને બધું જ ખબર પડી જશે.”

સના ખાનની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે સના ખાને ત્યાં પહોંચ્યા બાદ તેની હોટલનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સના ખાન હોટલમાં પોતાનો આલીશાન રૂમ તેમજ હોટલના રૂમની બહારનો નજારો બતાવતી જોવા મળે છે, જે તેના માટે સૌથી રોમાંચક બાબત છે.

સના ખાનની હોટલના રૂમમાંથી કાબા સ્પષ્ટ દેખાઈ આવે છે.આ સાથે અનસ સૈયદે આ પ્રવાસની કેટલીક સુંદર યાદો પણ વીડિયો દ્વારા શેર કરી છે. તમને જણાવી દઈએ કે સના ખાને 20 નવેમ્બર 2020ના રોજ સુરતના મૌલવી અને બિઝનેસમેન અનસ સૈયદ સાથે ખાનગી રીતે લગ્ન કર્યા હતા. તેઓએ 22 નવેમ્બર 2020 ના રોજ તેમના લગ્નની જાહેરાત કરતા તેમના લગ્નનો ફોટો શેર કર્યો, જેની સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું, “અલ્લાહની ખાતર એકબીજાને પ્રેમ કરો. અલ્લાહ માટે એકબીજા સાથે લગ્ન કર્યા. અલ્લાહ આપણને આ દુનિયામાં એક રાખે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)