ખબર ફિલ્મી દુનિયા

સના ખાન માટે શૌહર મુફ્તી અનસની પહેલી ઇન્સ્ટા પોસ્ટ થઇ વાયરલ, લખ્યું-તુમ અપને રબ કી…

સના ખાન માટે મુફ્તીએ લખી સ્પેશિયલ પોસ્ટ

બૉલીવુડ એક્ટ્રેસ સના ખાનના નિકાહની ખબરે બધાને હેરાન કરી દીધા હતા. સના ખાને ગુજરાતના સુરતના મુફ્તી અનસ સઈદ સાથે નિકાહ કર્યા હતા. સનાએ તેના નિકાહની તસ્વીર અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. જે ઘણા વાયરલ પણ થયા છે. આ વચ્ચે તેના શૌહરની એક પોસ્ટ સામે આવી છે.

સના ખાન 20 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે. આ પહેલા તેને બૉલીવુડને અલવિદા કહીને ફેન્સને ચોંકાવી દીધા હતા. સનાના શૌહર અનસએ ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે. આ પોસ્ટ પર સનાની તસ્વીર સાથે શેર કરી સાથે એક મેસેજ પણ લખ્યો છે. સાથે જ કેપશનમાં લખ્યું: “તમે તમારા ઈશ્વરની કયા કયા નિયમોને ખોટા પાડશો ! વધુમાં અનસે લખ્યું હતું કે, મારી જિંદગીમાં આવવું અને તેને ખુબૂસુરત બનાવવવા માટે ધન્યવાદ. ઈચ્છા રાખું છું કે તારી સાથે શાંતિપૂર્ણ અને સુખમય લગ્નનો આનંદ અનંત કાલ સુધી રહે.હંમેશા તુમ્હારા…

સના ખાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના મહેંદી સમારોહની તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે. 18 નવેમ્બરના રોજ મહેંદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સના ખાન ઓરેન્જ સૂટ અને ગુલાબી દુપટ્ટા પહેરેલી જોવા મળી હતી. જેમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો હતો. સનાએ મુફ્તી અનસના નામની મહેંદી બંને હાથમાં મૂકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

આ સાથે જ સના ખાને તેની મહેંદીની તસ્વીરો પોસ્ટ કરી છે. આ સાથે લખ્યું છે, જો મારો પ્રેમ એટલો પાકો ન હોત તો મારી મહેંદીનો રંગ એટલો ઘાટો ન હોત. સના ખાને સલમાન ખાન સાથે ‘જય હો’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સના ખાન ‘બિગ બોસ’, ‘ઝલક દિખલા જા’ અને ‘ફિયર ફેક્ટર’ જેવા રિયાલિટી શો પણ સ્પર્ધક રહી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by AnasSayied (@anas_sayied)

જણાવી દઈએ કે, સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. એક્ટ્રેસે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, અલ્લાહ માટે એકબીજાને પ્રેમ કર્યો. અલ્લાહ માટે લગ્ન કર્યા. આ દુનિયામાં અલ્લાહે અમને સાથે રાખ્યા છે અને જન્નતમાં બીજી વાર મળાવે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

મીડિયા રિપોર્ટનું માનીએ તો સનાનો પતિ ધર્મ ગુરુ છે. તેની લગ્નની અચાનક સામે આવેલી તસ્વીરે બધાને હેરાન કરી દીધા હતા. સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પુરી રીતે અલવિદા કહી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

જણાવી દઈએ કે સના ખાને એક પોસ્ટ લખીને ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાણકારી આપી હતી. સના ખાને લખ્યું હતું કે, “આ જીવન ખરેખર મૃત્યુ પછીના જીવનને સુધારવાનું છે અને તે ત્યારે સારું રહેશે જ્યારે માણસ ફક્ત સંપત્તિ અને ખ્યાતિ માટે નહીં, પરંતુ તેને જન્મ આપનારાના હુકમ પ્રમાણે જીવે.