માલદિવમાંથી સના ખાને શેર કરી પતિ સાથેની રોમાન્ટિક તસવીર, અનસની આંખમાં આંખો પરોવીને… જુઓ તસવીરો

એક સમયે બોલીવુડમાં સૌથી બોલ્ડ સીન આપનાર હિરોઈન પતિ સાથે માલદિવમાં થઇ રોમેન્ટિક, જુઓ

બોલીવુડને અલવિદા કહી સુરતના મૌલવી સાથે લગ્ન કરી લેનાર અભિનેત્રી સના ખાન ભલે આજે પડદા ઉપર ના જોવા મળતી હોય છતાં પણ તેના ચાહકો સાથે તે જોડાયેલી રહે છે. સના તેના સોશિયલ મડિયા દ્વારા પોતાની દરેક પળની ખબર પોતાના ચાહકો સુધી પહોચાવે છે. તે સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

હાલ સના તેના પતિ અનસ સૈયદ સાથે માલદીવની અંદર હાલ રજાઓનો આનંદ માણી રહી છે, આ દરમિયાન સના તેની ઘણી તસવીરો પણ શેર કરતી રહે છે. જેમાં પતિ અનસ સાથેનો તેનો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

હાલમાં જ સનાએ તેની એવી જ કેટલીક રોમાન્ટિક તસવીરો શેર કરી છે. જેમાં તે અનસની આંખોમાં આંખો પરોવીને ઉભેલી જોઈ શકાય છે. બુરખામાં લપેટાયેલી સનાને લગ્ન પહેલા વાળા લુક કરતા એક અલગ જ લુકમાં જોઈ શકાય છે.

બોલ્ડનેસ માટે ચર્ચામાં રહેનારી સના ખાન હવે ખુબ જ બદલાયેલી બદલાયેલી નજર આવી રહી છે. સોશિયલ મીડિયાની અંદર સના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

સામે આવેલી તસવીરોમાં સનાને ઓલિવ ગ્રીન આઉટફિટમાં જોઈ શકાય છે. તેની સાથે જ અભિનેત્રીએ હિજાબ પહેર્યો છે. લાઈટ મેકઅપમાં અભિનેત્રીએ પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. આ લુકમાં સના ખુબ જ સુંદર લાગી રહી છે. તો અનસ સફેદ કૃત પાયઝામામાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

સના ખાન અને અનસ બંને સમુદ્ર પાસે ઉભા રહીને પોઝ આપે છે અને હસે છે. આ કપલમાં જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળી રહ્યું છે. તસવીરો શેર કરવાની સાથે જ સના લખે છે. “યાઃ અલ્લાહ.. મારા પતિ મારી દુનિયા છે અને મને મારી દુનિયા હંમેશા આબાદ રાખજો. આમીન.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

તમને જણાવી દઈએ કે સના ખાને ગયા વર્ષે નવેમબરમાં અનસ સૈયદ સાથે નિકાહ કર્યા હતા. જેની ખબર તેને સોશિયલ મીડિયા દ્વારા અપાતા ચાહકો પણ હેરાન રહી ગયા હતા. લગ્ન બાદ સના અને અનસ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા અને તેમને હનીમૂન માનવતા પણ ઘણી તસવીરો શેર કરી હતી.

Niraj Patel