મનોરંજન

બેગમ સના ખાન સાથે કાશ્મીરમાં હનીમૂન આનંદ માણી રહ્યા છે મુફ્તી, જુઓ અંદરની તસ્વીરો થઇ વાઇરલ

હનીમૂનની નવી 5 તસ્વીરો જોઈને ચાહકો થયા ખુશખુશાલ

એક્ટ્રેસ સના ખાન સુરતના મુફ્તી અનસ સઈદ સાથે છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં રહી હતી. બંનેએ 20 નવેમ્બરના રોજ નિકાહ કરી હતા. હવે બંને કાશ્મીરમાં આનંદ માણી રહ્યા છે. આ વેકેશનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં કાશ્મીરમાં ઠંડીનો આનંદ લેતા નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

આ વીડિયોની અંદર સના બાલ્કનીમાં બેસી અને કાશ્મીરની સુંદરતા વિશે જણાવી રહી છે અને તરત જ તેનો પતિ રૂમમાંથી “બહુ જ ઠંડી છે” એમ કહેતા બહાર આવે છે અને સનાને વીડિયો બનાવતા જોઈને હસવા લાગી જાય છે. સના પણ તેને જોઈને હસી પડે છે. ત્યારબાદ સના કેમેરાને કાશ્મીરની વાદીઓ તરફ ફેરવે છે જેમાં કાશ્મીરનો નજારો પણ જોવા મળે છે.

Image source

સના ખાન તેની વિવાહિત જીવનનો ખૂબ આનંદ માણી રહી છે અને ઘણીવાર તેની સુંદર પળો ચાહકો સાથે શેર કરે છે. સનાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પતિ સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને રજા પર રવાના થતાં જોવા મળી રહ્યા છે.

Image source

લગ્ન પછી સનાએ એક પોસ્ટ મૂકી હતી. જેમાં કહ્યું હતું કે, લગ્ન થાય ત્યાં સુધી તમે ક્યારેય વિચાર્યું ન હતું કે હલાલ પ્રેમ એટલો સુંદર હોઈ શકે છે. દરેક હલાલ કામ ચાલે છે. અઠવાડિયું થયું છે?

Image Source

જણાવી દઈએ કે, બોલીવુડથી સંન્યાસ લઈને ઇસ્લામ ધર્મ પર ચાલનારી સના ખાનએ 20 નવેમ્બરના રોજ અંગત લોકોની હાજરીમાં સુરતમાં મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા હતા. નિકાહ બાદ સના ખાને તેનું નામ બદલીને સૈયદ સના ખાન કરી લીધું છે. સનાના ચુપચાપ લગ્નથી બધા જ લોકો હેરાન હતા.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

સનાના ઇન્સ્ટાગ્રામ પર 3.8 મિલિયન ફોલોઅર્સ છે અને તે છેલ્લે હોટસ્ટાર વેબ સિરીઝ સ્પેશ્યલ ઓપ્સમાં સ્ક્રીન પર જોવા મળી હતી. તે બિગ બોસ સિઝન 6 અને સલમાન ખાનની જય હો માટે ખૂબ જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

સના ખાન રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી છે. આ શોથી તેને ઓળખ મળી હતી. આ પછી તેણે સલમાન ખાનની ફિલ્મ જય હો માં કામ કર્યું. જો કે,આ વર્ષે, તેણે શોબિઝની દુનિયા છોડવાનું નક્કી કર્યું હતું. સના ખાને 2005માં ફિલ્મ યે હૈ હાઈ સોસાયટી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)