Sana Khan Baby : બોલીવુડના સેલેબ્રિટીઓના ઘરમાં કોઈપણ ખુશીનો પ્રસંગ હોય ત્યારે ચાહકો પણ ખુબ જ ખુશ થઇ જતા હોય છે. ત્યારે હાલ પણ એક એવી જ ખુશ ખબરીએ ચાહકોને ખુશ કરી દીધા છે. બૉલીવુડને અલવિદા કહીને સુરતના મોલવી અનસ સઈદ સાથે લગ્ન કરનાર અભિનેત્રી સના ખાન હવે માતા બની ગઈ છે. સના ભલે આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઈ હોય, પરંતુ ચાહકો આજે પણ તેને એટલો જ પ્રેમ કરે છે, ત્યારે તેના માતા બનવા પર પણ ચાહકો ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
સના ખાને તેના ચાહકો સાથે તેની પ્રેગ્નેન્સીના દિવસોના સુંદર વીડિયો અને ફોટા શેર કર્યા હતા. હવે તાજેતરમાં જ સના ખાન અને અનસ સૈયદ માતાપિતા બન્યા છે. સના તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે અને તેણે પોતે આ ખુશી સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરી છે. સના ખાને પતિ અનસને ટેગ કરતો એક ખૂબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે.
સના ખાને તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હૃદય સ્પર્શી ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા અને અભિનેત્રીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા. સના ખાને શેર કરેલ આ એનિમેટેડ વિડિયો ત્રણ હથેળીઓથી શરૂ થાય છે અને બાદમાં એક બાળકનો ક્યૂટ વીડિયો આવે છે.
આ પોસ્ટમાં લખ્યું કે, “અલ્લાહ તાલાએ મુકદ્દરમાં લખ્યું, પછી તેને પૂર્ણ કર્યું અને તેને સરળ બનાવ્યું. અને જ્યારે અલ્લાહ આપે છે, ત્યારે તે ખુશીથી અને રાજીખુશીથી આપે છે. તેથી અલ્લાહ તઆલાએ અમને એક પુત્ર આપ્યો.” તો વીડિયોને શેર કરતા સના ખાને કેપ્શનમાં લખ્યું, “આશા છે કે અલ્લાહ અમને આવનારા સમય માં અમારા બાળકો માટે અમને વધુ સારા બનાવે. અલ્લાહની અમાનત છે. વધુ સારું બનાવવાનું છે. તમારા બધાના પ્રેમ અને દુઆઓ માટે ખુબ ખુબ આભાર!”
આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અભિનેત્રીને અભિનંદન પાઠવ્યા હતા. એક યુઝરે કોમેન્ટ કરી, “માશાલ્લાહ, અલ્લાહ તમારી આંખોને સુકુનીયત આપે”. અન્ય એક યુઝરે લખ્યું, “ખૂબ ખૂબ અભિનંદન, અલ્લાહ તમને અને તમારા બાળકને સારું સ્વાસ્થ્ય આપે. આમીન”. તમને જણાવી દઈએ કે સના ખાને તેની પ્રેગ્નેન્સી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
View this post on Instagram