ખબર ફિલ્મી દુનિયા

માંગ ટીકો, ભારે ઘરેણાં અને લાલા જોડામાં તૈયાર થઈને શરમાતી જોવા મળી સના ખાન, શેર કરી રિસેપ્શનની તસ્વીરો

એક સમયની સેક્સી અભિનેત્રીએ ઇસ્લામ ધર્મ માટે બોલીવુડને લાત મારી, હવે જોવા મળી લાલા જોડામાં- 7 તસ્વીરોમાં દેખાઈ અતિ સુંદર

સલમાન ખાનની કો-એક્ટ્રેસ અને બિગ બોસની રનર અપ સના ખાને તાજેતરમાં એક મોટો ફેંસલો લીધો છે. તેના નિર્ણયથી બધાને આંચકો લાગ્યો હતો. સના ખાને તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો હતો.

તેના નિર્ણય પર ઘણા રિએક્શન આવ્યા હતા. આ સાથે જ હવે સના ખાને ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.સના ખાનના લગ્નના ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

બોલિવૂડને વિદાય આપિ ચુકેલી અભિનેત્રી હાલમાં પોતાની લગ્નને લઈને ચર્ચામાં છવાયેલી છે. સનાના મૌલાના મુફ્તી અનસ ખાન સાથે લગ્નની જાહેરાતથી બધાને ચોંકાવી દીધા હતા. ટૂંક સમયમાં સનાએ પોતાના પતિ સાથેની તસ્વીર શેર કરી હતી અને હવે તેને હવે તેના લગ્ન સમારંભની તસ્વીરો સામે આવી છે.

સના ડિઝાઇનર લહેંગામાં ખૂબસૂરત લાગી રહી છે. આ ઉપરાંત સનાએ બીજી ઘણી તસ્વીરો પણ શેર કરી છે. આ બધી તસ્વીરોમાં સના ખુબ જ સુંદર લાગી રહી છે. પોતાના વલીમે(રિસેપ્શન) માટે લાલ રંગનો જોડો પહેર્યો છે. આ સાથે ગોલ્ડન ઘરેણાં પહેર્યા છે જે અભિનેત્રીના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. સનાના હાથમાં મહેંદી પણ તમે જોઈ શકો છે. આ તસ્વીરો સનાના ફેન્સને ખુબ જ પસંદ આવી છે. તેમના ચાહકો તેમની આ અદાઓને ખુબ જ વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

જણાવી દઈએ કે સનાએ લગ્ન પછી પતિ સાથે તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે, ‘અલ્લાહ માટે એક બીજાને પ્રેમ કર્યો, અલ્લાહ માટે લગ્ન કરી લીધા, આ દુનિયામાં અલ્લાહ અમને સાથે રાખે અને જન્નતમાં ફરી મળાવે’.

જણાવી દઈએ કે સનાએ પતિ સાથે તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે 20 નવેમ્બરના બંનેએ  લગ્ન કરી લીધા છે અને તેના પછી રિસેપ્સનની કેટલીક તસ્વીરો પણ શેર કરી હતી.

સનાએ પોતાનું નામ બદલીને સૈયદ સના ખાન પણ કર્યું છે. તેના પતિનું નામ અનસ સૈયદ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સનાનો પતિ અનસ મૌલાના છે અને તે ગુજરાતના સુરતનો છે. સનાની આ પોસ્ટ પહેલા તેના લગ્નના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

સના ખાને અગાઉ બોલીવુડને અલવિદા કહીને ચાહકોને ચોંકાવી દીધા હતા, ત્યારબાદ શનિવારે સનાનો અચાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે સફેદ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)