બોલિવુડને અલવિદા કહી ચૂકેલી સના ખાને આવી રીતે મનાવી ઇદ, લોકોને સામાન વહેંચી ચહેરા પર વિખેરી ખુશીઓ

મક્કા-મદીનામાં પૂર્વ અભિનેત્રી સના ખાને સેલિબ્રેટ કરી ઇદ, લોકોને ખાવાનો સામાન વહેંચી બધાના ચહેરા પર લાવી ખુશી

આજે એટલે કે 3 મેના રોજ દેશમાં ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જો કે, કેટલાક દેશોમાં એક દિવસ વહેલો ચાંદ દેખાઈ જવાને કારણે ગઈકાલે એટલે કે 2 મેના રોજ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને સ્ટાર્સ એકબીજાને તસવીરો શેર કરીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ દરમિયાન ભૂતપૂર્વ અભિનેત્રી સના ખાને પણ ચાહકો સાથે ઈદની ઉજવણીની ઝલક શેર કરી છે. તમને જણાવી દઈએ કે, લગ્ન પછી પતિ અનસ સૈયદ સાથે સનાની આ બીજી ઈદ છે.

ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો સના ખાને 2020માં ગ્લેમર ઈન્ડસ્ટ્રી છોડીને અલ્લાહના રસ્તે જવાનું નક્કી કર્યું હતું. પોતાનો નિર્ણય જાહેર કર્યા પછી તેણે ઈસ્લામિક વિદ્વાન મુફ્તી અનસ સાથે લગ્ન કર્યા.સના ખાને ભલે ગ્લેમર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. અભિનેત્રી આ દિવસોમાં આધ્યાત્મિક માર્ગ પર છે અને ચાહકો સાથે તેની મોટિવેશનલ પોસ્ટ્સ શેર કરતી રહે છે.

સના ખાને 2 મેના રોજ સાઉદી અરેબિયાના મદીનામાં પતિ મુફ્તી અનસ સૈયદ સાથે ઈદની ઉજવણી કરી હતી. ત્યાં કપલે સાથે સુંદર પોઝ પણ આપ્યા હતા. સના બ્લુ કલરનો હિજાબ પહેરેલી ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં તેનો પતિ અનસ સફેદ કુર્તામાં પરફેક્ટ પોઝ આપી રહ્યો હતો. તસવીરો શેર કરતા સનાએ કેપ્શનમાં લખ્યું છે કે, “અને મારી પાસે “મદીના મુનવ્વરાહ” માટે પ્રેમની લાંબી વાતચીત છે. એ અલ્લાહ! જીવનનો સૂર્ય મદીનામાં અસ્ત થવા દો.

હકીકતમાં, આ તસવીરને ક્લિક કરવા માટે આ જગ્યાએ જવા માટે ખાસ પરવાનગી લેવામાં આવી હતી.” આ સિવાય સનાએ ત્યાંથી એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે મહિલાઓને ખાવાની વસ્તુઓ વહેંચતી વખતે દરેકના ચહેરા પર ખુશી ફેલાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન પૂર્વ અભિનેત્રી બ્લેક હિજાબમાં જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતા તેણે લખ્યું- “શેર કરવાનો આનંદ શબ્દોની બહાર છે.

અમને અહીં આવવાની તક આપવા માટે અલ્લાહનો પૂરતો આભાર માની શકતી નથી. JazakAllah khair @alkhalidtours તમે અમારા માટે જે કંઈ કર્યું તે માટે. અલ્લાહ ઔર ખિદમત કુબૂલ કરે, હંમેશા અમારા માટે આટલી મહેમાનગતિ કરવા બદલ તમારો આભાર @theoberoimadinah.” ચાહકો સના ખાનનો આ વીડિયો પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેના વખાણ પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સનાએ વર્ષ 2005માં યહી હૈ હાઈ સોસાયટીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

આ પછી તે બોમ્બે ટુ ગોવા, ધન ધના ધન ગોલ, જય હો, વજહ તુમ હો જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. સના બિગ બોસ, ખતરોં કે ખિલાડી, ઝલક દિખલા જા અને કોમેડી નાઇટ્સ બચાવો જેવા ઘણા લોકપ્રિય શોનો ભાગ રહી ચૂકી છે. જોકે, વર્ષ 2020માં તેણે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનું ટાંકીને શોબિઝની દુનિયાને અલવિદા કહી દીધું હતું.

Shah Jina