ફેન્સને વિશ્વાસ નથી આવતો, આ કારણે આ સંસ્કારી અભિનેત્રીએ ફિલ્મી ઇન્ડસ્ટ્રીને મારી ઠોકર- જાણો રસપ્રદ
બોલીવુડમાં ઘણા કલાકારો પોતાના પગ જમાવવાના પ્રયત્નો કરતા હોય છે તો ઘણા કલાકરો સતત ફ્લોપ રહેવાના કારણે ઇન્ડસ્ટ્રી પણ છોડી દેતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે બિગ બોસ 6ની પ્રતિસ્પર્ધી રહેલી અભિનેત્રી સના ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો છે.
આ વાતની જાણકારી સનાએ જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આપી છે. ફિલ્મ છોડવા માટેનું કારણ સનાએ ઇસ્લામ ધર્મને જણાવ્યો છે. સનાએ જણાવ્યું કે તે માનવતાની સેવા કરવા માંગે છે અને હવેથી તે અલ્લાહના આદેશોનું પાલન કરશે.

સના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર રોમન, અંગ્રેજી અને અરબી એમ ત્રણ ભાષાઓમાં પોસ્ટ શેર કરી છે. સનાએ લખ્યું છે કે: “ભાઈઓ અને બહેનો… આજે હું મારા જીવનના એક મહત્વના વળાંક ઉપર તમારી સાથે વાત કરી રહી છું. હું વર્ષોથી શો-બીજનું જીવન વિતાવી રહી છું અને આ સમયમાં મને દરેક પ્રકારનો વૈભવ, ઈજ્જત અને સંપત્તિ મારા ચાહવા વાળાઓ તરફથી નસીબ થઇ છે. જેના માટે હું તેમનો આભાર વ્યક્ત કરું છું.”

સનાએ આગળ લખ્યું કે: “હવે થોડા દિવસથી આ અહેસાસ મારા ઉપર કબ્જો જમાવીને બેઠો છે. માણસનું દુનિયામાં આવવાનો ઉદ્દેશ ફક્ત એજ છે કે તે ધન અને વૈભવ કમાય ? શું તેના ઉપર આ કર્જ ચઢતું નથી કે તે પોતાનું જીવન એવા લોકોની ખાતિરદારીમાં વિતાવે જે બે-આસરા અને બેસહારા છે ?
શું માણસે એ ના વિચારવું જોઈએ કે તેનું કોઈપણ સમયે મૃત્યુ થઇ શકે છે? અને મર્યા બાદ તેનું શું બનવાનું છે ? આ બંને સવાલોનો જવાબ હું કેટલાય સમયથી શોધી રહી છું. ખાસ કરીને બીજા સવાલનો જવાબ કે મર્યા બાદ મારુ શું બનશે?”
આગળ તેને લખ્યું હતું કે: “આ સવાલનો જવાબ જયારે મેં મારી અંદર તલાશ કર્યો તો મને ખબર પડી કે દુનિયાનું આ જીવન મર્યા બાદના જીવનને વધુ સારું બનાવવા માટે છે. અને તે દેખાવમાં પણ આના કરતા સુંદર હશે.
એટલા માટે આજે હું જાહેરાત કરું હાચુ કે આજથી હું પોતાના શો-બીજનું જીવન છોડીને માનવતાની ખાતિરદારી અને મને પેદા કરવા વાળાના આદેશ ઉપર ચાલવાનો પાક્કો ઈરાદો કરું છું. તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે તે હવે મને શો-બીજના કોઈ કામ માટે દાવત ના આપે. બહુ જ બધો આભાર !!!”
View this post on Instagram
સના ખાન વર્ષ 2005માં ફિલ્મ “યહી હે હાઈ સોસાયટી”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ તેને બોમ્બે ટુ ગોવા, ધન ઘના ધન ગોલ, હલ્લા બોલ, જય હો, વજહ તુમ હો જેવી ફિલ્મોમાં નજર આવી ચુકી છે. હિન્દી ફિલ્મો ઉપરાંત સનાએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે!
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.