મનોરંજન

અનસ સૈયદનો જોવા મળ્યો રોમાન્ટિક અંદાજ, પત્ની સના ખાનને કહ્યું દુનિયાની સૌથી સુંદર પત્ની

જુઓ સનાના પતિ એ નવી નવી ખુબસુરત તસવીરો અપલોડ કરી

બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના મુફ્તી અનસ સૈયદ સાથે લગ્ન કરી લેનાર અભિનેત્રી સના ખાન અને તેના પતિ અનસની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ દરમિયાન સનાના પતિ અનસ સૈયદે પણ એક અનદેખી તસ્વીર શેર કરવાની સાથે રોમાન્ટિક વાત પણ  જણાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

અનસ સૈયદ પણ પોતાના નિકાહ બાદ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. અનસ પણ સના ખાન સાથેની ઘણી તસવીરો શેર કરતો રહે ચેહ. હાલમાં જ તેને એક તસ્વીર શેર કરી છે જેની સાથે તેને પોતાની પત્નીને દુનિયાની સૌથી સુંદર પત્ની ગણાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

અનસ સૈયદે જે તસ્વીર શેર કરી છે તે તેમના નિકાહની તસ્વીર છે. આ તસ્વીરમાં બંને સાથે ચાલતા નજર આવે છે. જો કે બંનેનો ચહેરો કેમેરા તરફ નથી. આ તસ્વીર શેર કરવાની સાથે અનસે કેપશનમાં લખ્યું છે “સૌથી સુંદર પત્ની એ નથી જે તમને સૂટ કરે પરંતુ તે છે જે તમને સ્વર્ગની નજીક લાવે છે. અલ્લાહે બહુ જ કરમનો નિર્ણય ફરમાવ્યો છે.”

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

અનસ દ્વારા જે તસ્વીર શેર કરવામાં આવી છે તે ઓફિશિયલ એકાઉન્ટ નથી. આ એક નવું એકાઉન્ટ છે, જેમાંથી અત્યારસુધી સાત પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ આ એકાઉન્ટને હજારો લોકોએ લાઈક કરી છે. તેની આ તસ્વીરને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by AnasSaiyad (@anas_saiyad20)

સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરના રોજ નિકાહ કર્યા હતા. લગ્ન બાદ બંને હનીમૂન માટે કાશ્મીર ગયા હતા, જ્યાંથી પણ સનાએ ઘણી તસવીરો શેર કરી હતી. જે ચાહકોને ખુબ જ પસંદ આવી હતી.