આ 3 રાશિના જાતકો માટે સમસપ્તક યોગ લાવી રહ્યો છે મુશ્કેલી! કરિયર-વેપાર ધંધામાં આવશે સંકટ, જુઓ કઈ રાશિ બનશે પાયમાલ..

જ્યોતિષ શાસ્ત્રોમાં બે ગ્રહોનું વિશેષ મહત્વ છે શુક્ર અને મંગળ . કારણ કે શુક્ર તમારા જીવનમાં પ્રેમ, સંપત્તિ અને ભૌતિક સુખ આપે છે. તો મંગળ તમારી અંદર હિંમત , ઊર્જા, બળ વધારી રહે છે. જો કે વૈદિક કેલેન્ડર અનુસાર 20 ડિસેમ્બર 2024 ગુરુવારના રોજ સાંજે 4:13 વાગ્યે, મંગળ અને શુક્ર એકબીજાથી સાતમા ભાવમાં સ્થિત હતા, જેના કારણે સમસપ્તક યોગ બની રહ્યો હતો. આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી 180 ડિગ્રી પર હોય છે. જેના કારણે 3 રાશિઓ જોખમમાં છે. કરિયર-બિઝનેસની સાથે સ્વાસ્થ્ય પણ બગડશે.

હવે આ યોગની અસર 3 રાશી પર શુભ માનવામાં આવી રહી છે. પરંતુ કેટલીકવાર આ યોગ નુકસાન પણ કરી શકી છે. તો તમને જણાવીશું કે સમસપ્તક યોગના કારણે કઈ રાશિના જાતકોને પરેશાનીઓનો સામનો કરવો પડશે.

મકર રાશિ

આ યોગની અસર આ રાશિના જાતકોમાં તેમના જીવનમાં મુશ્કેલી લાવી શકે છે. જે લોકો વેપાર ક્ષેત્રમાં છે તેમના વ્યવસાયના કારણે અનેક જગ્યા પર યાત્રા કરી શકે છે. પરંતુ જો તમે આ સમય દરમિયાન મુસાફરી કરી રહ્યા છો તો તમારા ખાવા-પીવામાં વધારે ધ્યાન રાખવું પડશે, કારણ કે તમારા સ્વાસ્થ્ય બગડી શકે છે. જે લોકો કપડાં કે કોસ્મેટિક્સના ક્ષેત્રમાં છે તો તેમના માટે આ યોગ નફો કરાવી શકે છે. આ સમયમાં તમારા જીવનસાથી સાથે પણ નાના મોટા ઝઘડા થઇ શકે છે, એટલે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ યોગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે તેમની કારકિર્દીમાં પણ તકલીફ થઇ શકે છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે પણ આ યોગ મુશ્કેલી લાવી શકે છે. યુવાનોને પોતાના જીવનમાં શું કરવું અને ના કરવું તેમના મૂંઝવણ થઇ શકે છે, સાથે પિતા સાથે થોડો મતભેદ પણ રહેશે. વેપાર ક્ષેત્રે પ્રતિસ્પર્ધીઓના કારણે તણાવ રહેશે, જેના કારણે તેઓ પોતાના કામમાં ધ્યાન આપી નહીં શકે. લવ લાઈફમાં સુખ-શાંતિ ખોરવાઈ શકે છે, તમારા પાર્ટનર સાથેના ઝઘડાને કારણે થોડા દિવસો તેમના ગુસ્સાનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓ તેમની પસંદગીની કોલેજમાં પ્રવેશ નહીં મળે, જેના કારણે તેમનું વર્તન ચીડિયા બની જશે. જે લોકો લાંબા સમયથી કામ કરી રહ્યા છે તેમને ધ્યાન રાખવું પડશે કારણ કે તેમના ગુસ્સાને કારણે તેમની નોકરી પર અસર થઇ શકે છે.

વૃષભ રાશિ

શુક્ર-મંગળનો સમસપ્તક યોગ વૃષભ રાશિના જાતકો પર અશુભ પ્રભાવ પાડશે. વેપારમાં નુકસાન થવાની સંભાવના છે, જે આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરશે. વેપારી માટે આ સમયે નવી યોજનાઓ અમલમાં મૂકવી યોગ્ય રહેશે નહીં. આ નફો વધારવાને બદલે ઘટાડી શકે છે. નોકરીયાત લોકોને ઘણા નવા પ્રોજેક્ટ મળશે, જેના કારણે કાર્યસ્થળ પર કામનો ભાર રહેશે. લવ લાઈફમાં સમસ્યાઓ આવી શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ થોડા દિવસો સુધી તંગ રહેશે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Twinkle