ગુડ ન્યુઝ: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની દરેક ઈચ્છા થશે પુરી, દુઃખ ગાયબ થશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી અને ધીમી ગતિએ ફરતો ગ્રહ માનવામાં આવે છે. તેની અસર વ્યક્તિના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ કર્મફળ આપનાર ન્યાયાધીશ સમાન છે અને તેને એક રાશિમાં પાછા ફરતા 30 વર્ષ લાગે છે. બીજી તરફ, બુધ ચંદ્ર પછી સૌથી ઝડપથી ગતિ કરતો ગ્રહ છે. તે બુદ્ધિ, તર્કશક્તિ, વાણિજ્ય અને સંપત્તિનો કારક છે.

18 સપ્ટેમ્બરના રોજ, બુધવારે, આ બે વિપરીત સ્વભાવના ગ્રહો – શનિ અને બુધ – એક વિરલ સમસપ્તક યોગ રચશે. આ યોગની અસર તમામ રાશિઓ પર થશે, પરંતુ ત્રણ રાશિઓ – વૃષભ, કન્યા અને મકર – માટે તે વિશેષ વરદાન સમાન સાબિત થશે.

 

વૃષભ રાશિના જાતકો માટે, આ યોગ તેમને લક્ષ્ય પ્રાપ્તિ માટે વધુ પરિશ્રમ કરવા પ્રેરશે. આવકમાં વૃદ્ધિ થશે અને વ્યવસાયનો વિસ્તાર થશે. નવા વ્યાપારિક જોડાણો બનશે અને નોકરીમાં સ્થિરતા આવશે. વિદ્યાર્થીઓ કારકિર્દી પ્રત્યે વધુ ગંભીર બનશે. પારિવારિક જીવન સુખમય રહેશે.

કન્યા રાશિના લોકો માટે, આ સમસપ્તક યોગ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધારશે. સામાજિક કાર્યોમાં માન-સન્માન મળશે. વ્યાવસાયિક સંબંધો મજબૂત થશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને અંગત સંબંધોમાં સુધારો થશે. લગ્નના યોગ પણ બની રહ્યા છે.

મકર રાશિના જાતકોને આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. ધનલાભના યોગ છે અને આવકમાં વધારો થશે. વ્યવસાયમાં સ્થિરતા આવશે અને નફાનું પ્રમાણ વધશે. વિદેશ જવાની ઇચ્છા ધરાવનારને સફળતા મળશે. પરિવાર સાથે વિતાવેલો સમય માનસિક પ્રસન્નતા લાવશે અને પારિવારિક સંબંધો મધુર રહેશે.

 

kalpesh