પાણીપુરી તો કોને ન ભાવે અને એમાં પણ મહિલાઓને તો પાણીપુરીનો વધારે જ ચટકો હોય છે. ત્યારે એવામાં જો તમે અમદાવાદમાં જુઓ તો પાણીપુરી વાળાની લારી હોય કે દુકાનો તમને ભીડ તો જોવા મળતી જ હશે. જો તમને પણ બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો તમે ચેતી જજો, કારણ કે અમદાવાદમાં ગયા મહિને જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના રીપોર્ટ સારા આવ્યા નથી. પાણીપુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ થવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
લગભગ બે વર્ષ પહેલા મ્યુનિસિપલ દ્વારા પાણીપુરીવાળા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે તે બાદ મામલો થોડો ઠંડો પડી ગયો હતો અને ત્યાર બાદ શહેરમાં ઘણીવાર પાણીપુરીનું પાણી સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું બહાર આવ્યુ છે. ત્યારે ગયા મહિને મ્યુનિસિપલ દ્વારા પાણીપુરીના વિક્રેતાઓના ત્યાં જઇ નમૂના લેવામાં આવ્યા હતા અને તે બાદ પાણીના 3 જેટલા નમૂના સ્વાસ્થ્ય માટે સારા ન હોવાનું ખુલ્યુ હતુ.
જણાવી દઇએ કે, ગયા મહિના પાણીપુરીવાળાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારે ઘણા સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમજ અખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો હતો. સરકારની આ કાર્યવાહી બાદ મ્યુનિસિપલે પણ પાણીપુરી સંચાલકો સામે કાર્યવાહી કરી હતી. 31 જુલાઇના રોજ લીધેલા પાણીપુરીના પાણીના સેમ્પલમાં 3 જેટલા સેમ્પલ બિન આરોગ્યપ્રદ એટલે કે સ્વાસ્થ્ય માટે સારા ન હોવાનું સામે આવ્યુ છે.
પાણીપુરીવાળાના ફેલ નમૂના :
પાણીપુરીનું પાણી : જગદીશ શાહ પકોડી, નંદનવન-3, સેટેલાઇટ
મીઠી ચટણી : ભાવનાબેનની પાણીપુરી, કૃષ્ણાશ્રય ફ્લેટ, સેટેલાઇટ
પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર : પાર્શ્વ સેલ્સ, જીએફએન્ડએફએફ, સરખેજ
પાણીપુરીનું પાણી : આર કે સકિશન, અસ્મી શોપિંગ, નવરંગપુરા
પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર : એચએસ સેલ્સ, ઇદગા ચોકી પાસે, દરિયાપુર
જણાવી દઇએ કે, આ પાણીપુરીવાળા ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ગયા મહિને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં ઘણા પ્રમાણમાં અખાદ્ય ખોરાક વેચનાર પર કાર્યવાહી કરવામાં આવી હતી.