રસોઈ

તીખા, ચટાકેદાર સમોસા બનાવો હવે ઘરે જ આ સરળ રેસિપીથી, ભૂલી જાશો બહારના સમોસા ખાવાનું…

સમોસા એ ભારત ની લોકપ્રિય વાનગી છે જેમા એની બહારી કરકરી (ખાસ્તા) પરત મેંદા થી બનેલી હોય છે. અને અંદર બાફેલા બટેટા, લીલા વટાણા અને મસાલા નુ મીશ્રણ ભરેલુ હોય છે. આપણે આની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જાણીશુ.

 • પુર્વ તેયારી નો સમય : ૧૫ મીનીટ
 • પકાવા નો સમય : ૩૫ મીનીટ
 • કેટલા લોકો માટે : ૧૨ સમોસા
  સમોસા બનાવવા માટે ની સામગ્રી:
 • ૧.૫ કપ – મેંદો
 • ૩ – મધ્યમ બટેટા
 • ૩ ચમચી – ધી કે તેલ
 • ૧/૨ કપ – લીલા વટાણા
 • ૧/૨ ચમચી – જીરા, લાલ મરચુ, ધાણાજીરુ, ગરમ મસાલા,
 • ૧ ચમચી – લીંબુ નો રસ, સોફ પાઉડર
 • ૧ ચમચી – આદુ લીલા મરચા ની પેસ્ટ
 • ૨ ચમચી – કાપેલી કોથમરી
 • ૫ થી ૬ – ફુદીના ના પાન વિકલ્પીક
 • તેલ – તળવા માટે
 • મીઠુ – સ્વાદ અનુસાર

સમોસા બનાવવા ની રીત:

૧) એક પ્રેશર કુકર મા લીલા વટાણા અને બટેટા ને મીઠું સાથે મેળવી ને બાફી લ્યો. જ્યારે બટેટા બફાય જાય ત્યારે તેની છાલ કાઢી ને હલ્કા મેશ કરી લ્યો૨) હવે સમોસા ની બહાર ની સાઈડૅ માટે લોટ બાંધી લ્યો. મેંદાનો લોટ, ૩ ચમચી ધી કે તેલ અને મીઠું ને લઈ ને સારી રીતે મીક્સ કરી ને પાણી નાખી ને લોટ બાંધી લ્યો. આ લોટ પરોઠા ની તુલના મા થોડો કડક રાખો. અને સેટ થવા માટે ભીના કપડા થી ઢાકી ને ૧૫ થી ૨૦ મીનીટ માટે રાખો.

૩) હવે સમોસા ને ભરવા માટે મસાલો તેયાર કરીશુ. એક કડાઈ મા મધ્યમ આચ ઉપર ૨ ચમચી તેલ ને ગરમ કરો. અને જીરા, લીલા મરચા આદુ ની પેસ્ટ ને નાખો. અને એક મીનીટ સુધી તળાવા દો.

૪) પછી બાફેલા લીલા વટાણા, લાલ મરચા પાઉડર, ધાણાજીરુ, ગરમ મસાલા પાઉડર, અને સોફ ના પાઉડર નાખો. અને એક મીનીટ માટે સોંતરો.

૫) હવે કાપેલા કે મેશ કરેલા બાફેલા બટેટા ને નાખો. અને સ્વાદ અનુસાર મીઠું નાખો. ( જો બટેટા ને બાફતી વખતે નમક ને નાખ્યુ હોય તો અત્યારે ન નાખવુ)૬) હવે તેને સારી રીતે મીક્સ કરી ને હલાવો અને ૨ થી ૩ મીનીટ સુધી પકાવો એ ખ્યાલ રાખો કે વધારે બટેટા શેકાય ન જાય નહીતર મસાલો ચીકણો થઈ જાશે.

૭) હવે ગેસ ને બંધ કરી લ્યો અને મસાલા ને એક કટોરા કે બાઉલ મા કાઢી લ્યો. અને આ માસાલા ને થોડી વાર માટે ઠંડો થવા દો.

૮) હવે બાંધેલા લોટ માથી કપડુ નીકાળી લ્યો. અને લોટ ને સારી રીતે ગુથી લ્યો. અને આ લોટ ને સરખા ૬ થી ૭ ભાગ મા વિભાજીત કરી ને લૂઆ બનાવી લ્યો.

૯) એક લોટનુ ગોયણૂ લ્યો અને તેને ચપટા કરવા માટે તમારી હથેળી ની વચ્ચે હલકા હાથ થી દબાવો. આને રોટલી વણવા ના પાટલા ઉપર રાખો અને વેલણ થી લગભગ ૫-૬ ઈચ ના વ્યાસ વાળી ગોળ આકાર ની પુરી વણો. અને એને વચ્ચે થી ચાકુ થી બે ભાગ મા કરો.

૧૦) હવે કાપેલો ભાગ લ્યો અને એને શંકુ (કોન) આકાર આપવા માટે બન્ને બાજુ કીનારી થી વાળી લ્યો. અને એને સીલ કે પેક કરવા માટે બન્ને કીનારી ને હલ્કા હાથે દબાવી લ્યો. જેના થી આનો આકાર શંકુ આકાર નો થઈ જાશે.

૧૧) આ લોટ થી બનેલા આ શંકુ આકાર મા ૨-૩ નાની ચમચી આપણે તૈયાર કરેલો બટેટા નો મસાલો નાખો. (વધારે મસાલો ન નાખતા નહીતર એની કીનારી બંધ નહી થાય અને મસાલો બહાર આવી જાશે.) હવે ઉપર ની કીનારી બંધ કરવા માટે જરા ભીની આંગળી કે બ્રશ ની મદદ થી તેને સારી રીતે પેક કરો. આને પેક કરવા માટે તમારા અંગૂઠા અને આંગળી થી જોર થી દબાવી ને સીલ કરો. આ રીતે બધા સમોસા બનાવો.૧૨) એક કડાઈ મા મધ્યમ આચ ઉપર તેલ ગરમ કરો. અને તેમા ૨-૩ સમોસા નાખો અને ગેસને ધીમો કરી નાખો. જો તમે એને પહેલા તૈયાર કરવા માંગતા હોવ તો એને હલ્કા ભુરા રંગ ના થાય એટલે એને કાઢી લ્યો. અને પીરસવા સમયે સમોસા ને ફરી થી સોનેરી ભુરા રંગ ના થાય ત્યા સુધી તળો. જો તમે આને ડબલ ફ્રાઈ (બે વખત તળવા) ન કરવા માંગતા હોવ તો સમોસા ને એક વખત મા જ સોનેરી ભુરા રંગ ના થાય થોડા કડૅક થાય ત્યા સુધી તળો.

એક થાળી મા આ સમોસા ને કાઢો અને એને ચટણી કે ચા સાથે પીરસો.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks