એક વર્ષની થઇ શિલ્પા શેટ્ટીની દીકરી, માતાના ખોળામાં પિંક ફ્રોકમાં ખૂબ જ ક્યુટ નજરે પડી લાડલી- જુઓ તસવીરો
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાની દીકરી સમીશા એક વર્ષની થઇ ગઇ છે. સમીશાનો જન્મ 15 ફેબ્રઆરી 2020ના રોજ મુંબઇમાં થયો હતો. દીકરીના પહેલા જન્મદિવસ પર શિલ્પા પરિવાર સાથે આજે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પહોંચી હતી.

આ અવસરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. દીકરીના જન્મદિવસ પર તેને ખોળામાંં લઇને શિલ્પાએ ઘણા બધા પોઝ આપ્યા હતા.

આ તસવીરોમાં શિલ્પા તેની લાડલીને ખૂબ જ પ્રેમ કરતી જોવા મળી તેમજ ભીડથી બચાવતી પણ જોવા મળી.

શિલ્પાએ પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે જયારે તેની દીકરી સમીશાએ પિંક કલરનું ફ્રોક પહેર્યું છે. શિલ્પા સાથે પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, માતા સુનંદા શેટ્ટી, બહેન શમિતા શેટ્ટી અને સાસરાના કેટલાક લોકો જોવા મળ્યા હતા.

શિલ્પાએ સમીશાના પહેલા જન્મદિવસ પર નાની પાર્ટી રાખી છે. દીકરીને જન્મદિવસની શુભકામના આપતા વીડિયો પોસ્ટ કર્યો છે. આ સાથે જ કેપ્શનમાં લખ્યુ છે કે, મમ્મી આ શબ્દ જયારે તે મને કહ્યો, તુ એક વર્ષની થઇ ચૂકી છે. મને લાગે છે કે મારા માટે આ જીવનનું સૌથી ખૂબસુરત ગિફ્ટ છે.

રાજ કુંદ્રાએ પણ દીકરીનો વીડિયો શેર કરતા લખ્યુ કે, તુ તારી માતાની દીકરી હોઇ શકે છે. પરંતુ તારી અંદર પંજાબી જીન્સ આવ્યા છે. જન્મદિવસ મુબારક એન્જલ, સમીશા. તુ અમારા પરિવારને પૂરો કરે છે અને એ તારાને અડે છે જેના વિશે હું સમજતો હતો કે એ છે કે નહિ. સમીશા તુ એક વર્ષની થઇ ગઇ, મને વિશ્વાસ થતો નથી કે સમય કેવી રીતે જતો રહ્યો.

તમને જણાવી દઇએ કે, સમીશાનો જન્મ સેરોગેસી દ્વારા થયો હતો. શિલ્પા શેટ્ટીએ ગયા વર્ષે 21 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી દીકરીના જન્મની ચાહકોને ખુશખબરી આપી હતી. આ સાથે જ તેને દીકરીના નામનો પણ ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
View this post on Instagram