બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યારે એક નામ ખૂબ જ ચર્ચાતુ નામ છે અને તે છે સમીર વાનખેડે. સમીર વાનખેડે તેમના કડક વલણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. પરંતુ કેટલાક સમયથી તેઓ બોલિવૂડ સ્ટાર્સ માટે મોટી સમસ્યા બની ગયા છે. તેણે બોલિવૂડ સેલેબ્સને અલગ-અલગ રોલમાં પકડ્યા છે. ક્યારેક સર્વિસ ટેક્સ ઓફિસર તરીકે, ક્યારેક નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર તરીકે તો ક્યારેક કસ્ટમ વિભાગનો હિસ્સો બનીને. જ્યારે પણ સમીર વાનખેડેએ બોલિવૂડ સ્ટાર્સનો સામનો કર્યો છે, તે સ્ટાર્સ ચોક્કસપણે મુશ્કેલીમાં મૂકાયા છે. સમીર વાનખેડેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘હું બોલિવૂડની વિરુદ્ધ નથી, પરંતુ જે લોકો કાયદો તોડશે તેમની વિરુદ્ધ છું’. ચાલો જાણીએ ઇન્ડસ્ટ્રીના એ સ્ટાર્સ વિશે જેમનો સામનો સમીર વાનખેડે સાથે થયો છે. સમીર વાનખેડે હાલ NCBના ઝોનલ ડિરેક્ટર છે.
1.આર્યન ખાન : આર્યન ખાનનો કેસ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને આ કેસમાં શાહરૂખ ખાનના પુત્રને જામીન મળવાના બાકી છે. સમીર વાનખેડેના નેતૃત્વમાં NCBએ આર્યન ખાનને 2 ઓક્ટોબરે ડગ ક્રૂઝ પાર્ટી દરમિયાન પકડ્યો હતો. આર્યન કેટલાક દિવસોથી NCBની કસ્ટડીમાં હતો અને હાલ તે મુંબઈની આર્થર રોડ જેલમાં છે.
2.રિયા ચક્રવર્તી : 8 સપ્ટેમ્બર, 2020ના રોજ, રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ હેઠળ ડગ એંગલમાં ફસાઈ હતી. વોટ્સએપ ચેટના આધારે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ટીમે રિયાની અટકાયત કરી હતી.
3.દીપિકા પાદુકોણ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનને ડગ કેસમાં NCB દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા. સમીર વાનખેડેએ ડગ કેસમાં ત્રણેયની પૂછપરછ કરી હતી.
4.શાહરૂખ ખાન : જુલાઈ 2011માં શાહરૂખ ખાન અને તેના પરિવારને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે રોક્યા હતા. તે દરમિયાન શાહરૂખ પોતાના પરિવાર સાથે હોલેન્ડ અને લંડનમાં વેકેશન પર ગયો હતો અને ત્યાંથી પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં એકસાથે વધુ સામાનને બદલ તેને 1.5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે સમીર વાનખેડે કસ્ટમ વિભાગની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા.
5.રણબીર કપૂર : વર્ષ 2013માં રણબીર કપૂર મુંબઇ એરપોર્ટ પર ડિટેન કરવામાં આવ્યો હતો. રણબીર લંડનથી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં મુંબઈ પાછો આવ્યો હતો. આ દરમિયાન તે તે રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો જ્યાંથી માત્ર એરપોર્ટ સ્ટાફ અને અધિકારીઓને જવાની મંજૂરી છે. તેની બેગમાં એક લાખથી વધુનો સામાન હતો. રણબીરની 40 મિનિટ સુધી તપાસ કરવામાં આવી અને તેને 60 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો.
6.અનુષ્કા શર્મા : વર્ષ 2011માં સમીર વાનખેડેએ મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા શર્માનો સામાન પણ ચેક કર્યો હતો. અનુષ્કા પાસે એક નેકલેસ, બુટ્ટી અને બે મોંઘી ઘડિયાળ સાથે હીરાનુ બ્રેસલેટ મળી આવ્યુ હતુ. આ ઘડિયાળોની કિંમત 35 લાખ રૂપિયા હતી. 11 કલાકની પૂછપરછ બાદ અનુષ્કા શર્માને એરપોર્ટની બહાર જવા દેવામાં આવી હતી.
7.કેટરિના કૈફ : સામાન્ય રીતે વિવાદોથી દૂર રહેતી કેટરિના કૈફનું નામ પણ આ લિસ્ટમાં છે. હકીકતમાં, વર્ષ 2012માં મુંબઈ એરપોર્ટ પર સમીર વાનખેડે દ્વારા તેને ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો અને આ દંડ 12 હજાર રૂપિયાનો હતો. વાસ્તવમાં, કેટરિના કોઈ પણ સામાનનો દાવો કર્યા વિના બહાર નીકળી ગઈ હતી, પરંતુ જ્યારે તેના સહાયક ફરીથી અંદર ગયા અને 2 બેગ પર પોતાનો અધિકાર વ્યક્ત કર્યો, ત્યારે સમીર વાનખેડેએ બંનેને પકડી લીધા અને તેની શોધખોળ કરી. બેગમાંથી રૂ. 30,000 રોકડા, 2 વ્હિસ્કીની બોટલ અને એપલ આઈપેડ મળી આવ્યા હતા.
8.મિનિષા લાંબા : મિનિષા લાંબાને મે 2011માં મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી. કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર સમીર વાનખેડેની ટીમે તેને પકડી લીધો હતો. તેની બેગની તલાશી લેવામાં આવી હતી જેમાં હીરાના આભૂષણો હતા જેની કિંમત લગભગ 50 લાખ રૂપિયા હતી. આ કેસમાં NCB દ્વારા મિનિષાની કુલ 16 કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને છોડી દેવામાં આવી હતી.
9.મિકા સિંહ : વર્ષ 2013માં મિકા સિંહ બેંગકોકથી પરત ફરી રહ્યા હતા ત્યારે સમીર વાનખેડેના ઘેરામાં આવ્યા હતા. તેની બેગમાં 9 લાખ રૂપિયાનો સામાન હતો, જેની જાણ કર્યા વિના તે મુંબઈ એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટે ઘેરી લીધો હતો, જેનું નેતૃત્વ સમીર વાનખેડે કરી રહ્યા હતા. મીકાની બેગમાંથી દારૂની બે બોટલ, ગ્લાસ અને પરફ્યુમ મળી આવ્યા હતા.
10.બિપાશા બાસુ : બિપાશા બાસુને સમીર વાનખેડેની ટીમે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકી હતી. કારણ કે તે તેની સાથે 60 લાખ રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ લઈ ગઇ હતી અને તેણે તેના વિશે કોઈ જાણ કરી ન હતી. તેના પર તેને 12,000 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
11.અનુરાગ કશ્યપ : ઓગસ્ટ 2013માં જ્યારે સમીર વાનખેડે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર તરીકે કામ કરતા હતા, ત્યારે અનુરાગ કશ્યપને ટેક્સ રોકાણના કારણે 55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે જ વર્ષે ડિસેમ્બરમાં તેમનું ખાતું પણ ફ્રીઝ કરવામાં આવ્યું હતું કારણ કે તે વિભાગ સાથે સંકલન કરી રહ્યુ ન હતુ.
12.વિવેક ઓબેરોય : અનુરાગ કેસના એક મહિના બાદ જ વિવેક ઓબેરોય પણ સર્વિસ ટેક્સની ચોરી કરતા ઝડપાયો હતો. તે સમયે પણ ડેપ્યુટી કમિશનર સમીર હતા. વિવેક પર 40 લાખ રૂપિયામાં ફેરફાર કરવાનો આરોપ હતો.
13.અરમાન કોહલી : અભિનેતા અરમાન કોહલીની NCB દ્વારા ઓગસ્ટ 2021ના રોજ ડગનું સેવન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં NCB ચીફ સમીર વાનખેડેએ દરોડા પાડ્યા હતા અને ધરપકડ કરી હતી. આ મુદ્દો પણ હાલ ચર્ચામાં છે.