મનોરંજન

‘ડાયરેક્ટર મજા માટે સ્પર્શ કરતા હતા અને બધાની સામે બિકી પહેરવા માટે કહેતા હતા અને પછી…’ ફેમસ અભિનેત્રીએ કર્યો ખુલાસો

ફિલ્મ જગતની દુનિયા બહારથી જેટલી રંગીન દેખાય છે એટલી જ અંદરથી અંધકાર ભરેલી હોય છે.ફિલ્મી દુનિયામાં આવવા માટે કલાકારોને ઘણી બધી સમસ્યાઓને પાર કરવા પડતા હોય છે ત્યારે જઈને તેઓને પોતાનું મુકામ મળે છે.એવામાં તાજેતરમાં જ અભિનેત્રી સમેક્ષા સિંહે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક હકીકત જણાવી છે.

સમેક્ષાએ જણાવ્યું કે કેવી રીતે તેને ફિલ્મોમાં કામ કરવાના દરમિયાન કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું અને પોતાને કેવી રીતે સંભાળી હતી. જણાવી દઈએ કે આગળના 15 વર્ષોથી સમેક્ષા તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી અને હિન્દી ભાષાની ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી છે.

 

View this post on Instagram

 

No #MondayBlues when I’m hustling for promotions! #SittinPretty #Pranaam

A post shared by Sameksha (@iamsameksha) on

સમેક્ષા કહે છે કે આટલો બધો સમય ઇન્ડસ્ટ્રીમાં વિતાવ્યા છતાં પણ તેને હજી પણ પોતાનો યાગદાર રોલ નથી મળ્યો, જેને તે કરવા માગે છે. સમેક્ષા કહે છે કે ઉત્તર અને દક્ષિણ બંન્ને તરફ અલગ અલગ વિચારશ્રેણી વાળા લોકો રહે છે અને તેઓના અનુભવ અને માઈન્ડ પણ અલગ અલગ પ્રકારના હોય છે.તેમણે કહ્યું કે લોકો ઇન્ડસ્ટ્રીમાં યુવતીઓએ અલગ નજરથી જોવે છે.

સમેક્ષાએ પોતાની સાથે થયેલા અનુભવનો કિસ્સો જણાવતા કહ્યું કે,”એક રોમેન્ટિક સીન આપવાના સમયે મને જરા પણ અસહજતા ન લાગી. પણ નિર્દેશકને એવું લાગ્યું કે હું અસહજ છું તો મને સમજાવવા માટે મારી પાસે આવ્યા, પણ મને એવું લાગ્યું કે તે મને સમજાવવાના બહાને મારી પાસે આવતા હતા અને મને સ્પર્શ કરવાની કોશિશ કરતા હતા”.

આ સિવાય સમેક્ષાએ એ પણ કહ્યું કે ઘણીવાર સીન યોગ્ય રીતે શૂટ થઇ ગયો હોય તો પણ મારી સાથે આવી હરકતો કરવા અને મજા લેવા સીનને વારંવાર શૂટ કરાવવામાં આવતો હતો.

સમેક્ષાએ કહ્યું કે પહેલી હિટ ફિલ્મ આપ્યા પછી તેને એક અન્ય ફિલ્મની પણ ઓફર મળી હતી. પણ ત્યારે થયું કંઈક એવું કે,”ફિલ્મની ડિઝાઈનર લઈને આવી અને મને તેને પહેરવા માટેનું કહ્યું.ત્યાં ફોટોશૂટ ચાલી રહ્યું હતું અને ત્યાં અન્ય લોકો પણ હાજર હતા માટે મેં બધાની સામે પહેરવા માટેની ના કહી દીધી હતી”.

જણાવી દઈએ કે હાલમાં જ સમેક્ષાની ફિલ્મ પ્રણામ રિલીઝ થઇ છે, ફિલ્મમાં તેની સાથે રાજીવ ખંડેવાલ પણ ખાસ કિરદારમાં જોવા મળ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.