મનોરંજન

બૉલીવુડ હિરોઈન સમીરાએ હાલમાં જ આપ્યો હતો બાળકીને જન્મ, હવે કરાવ્યું ફોટોશૂટ- જુઓ 7 તસ્વીર એક ક્લિકે

બોલીવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ થોડા સમય પહેલા જ પુત્રી નનાયરાને જન્મ આપ્યો છે. સમીરા રેડ્ડી આજકાલ મધરહૂડનો આનંદ માણી રહી છે. સમીરા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. તે તેના પુત્ર અને પુત્રી સાથે ખુબસુરત તસ્વીર શેર કરતી રહે છે. હાલમાં જ એક તસ્વીર સામે આવી છે, જેમાં તે બાળકો સાથે નજરે આવે છે.

 

View this post on Instagram

 

💝the best present ever ! all wrapped up 🥰 #fridaymood #love #pink #bow #babygirl

A post shared by Sameera Reddy (@reddysameera) on

હાલમાં જ સમીરા રેડ્ડીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસ્વીર શેર કરી છે. તસ્વીર શેર કરી કેપ્સનમાં લખ્યું છે કે, ‘મારી દુનિયામાં તમારું સ્વાગત છે.’

 

View this post on Instagram

 

Happy Raksha Bandhan ❤️ finally Hans gets a Rakhi this year 😍 #sister #brother #hans #nyra #rakshabandhan #mybabies

A post shared by Sameera Reddy (@reddysameera) on

આ તસ્વીર હાલમાં જ થયેલા એક ફોટોશૂટની છે. જેમાં તે ઘણી ખુશ નજરે આવે છે. સમીરાએ તેની પુત્રીને તેના ખોળામાં રાખી છે, સાથે જ તેનો 4 વર્ષનો પુત્ર હંસ તેને કિસ કરતો જોવા મળે છે. તસ્વીરમાં સમીરાએ તેની પુત્રીને કપડામાં લપેટી છે, સાથે જ નાયરાને માથામાં એક ક્યૂટ પિન્ક કલરની હેરબેન્ડ પણ પહેરી છે.

 

View this post on Instagram

 

Welcome to my world !! 🥰🌟❣️. . 📷 @mommyshotsbyamrita #mua @perfektmakeover

A post shared by Sameera Reddy (@reddysameera) on

સમીરા બીજી વાર માતા બન્યા બાદ તેના આ અનુભવને ઘણો માણી રહી છે. સમીરાએ ડીલેવરી બાદની તસ્વીર અને વિડીયો શેર કર્યો હતો. તેમાં પુત્રીના જન્મ બાદ શરીરમાં થયેલા બદલાવ અને તકલીફને લઈને જણાવ્યું હતું.

સમીરાએ પુત્રી નાયરા 40 દિવસની થયા બાદ ઘરની બહાર નીકળી હતી. તેનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે, તેના અને તેની પુત્રી માટે આજનો દિવસ એકદમ ખીલેલો છે. તેની પુત્રી નાયરાને પણ બેહદ પસંદ આવ્યું હતું.

હાલમાં જ સમીરાએ પુત્રી નાયરા સાથેનો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં તે તેની દીકરી માટે ખબસુરત અવાજમાં ગીત ગાઈ રહી છે, આ વીડિયોની ખાસ વાત તો એ છે કે, તેની દીકરી પણ આ ગીત સાંભળીને ખુશ થઇ જાય છે.

સમીરા રેડ્ડીએ 2015માં બિઝનેસમેન અક્ષય વરદે સાથે લગ્ન કર્યા હતા. 2015માં પુત્ર હંસને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 4 વર્ષ બાદ 2 મહિના પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

She smiled 🤩 #friyay 🎤 and she makes me sing 😬😀🎶

A post shared by Sameera Reddy (@reddysameera) on

સમીરા રેડ્ડીએ ‘મૈને દિલ તુજકો દિયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.સમીરાએ હિન્દી, બંગાલી, તમિલ, તેલુગુ ફિલ્મો હિસ્સો રહી ચુકી છે.