2021માં બોલીવુડની ઘણી અભિનેત્રીઓ બાળકોને જન્મ આપવાની છે, ત્યારે આ સમયમાં પ્રેગ્નેન્સીને લઈને ઘણી ખબરો પણ આવી રહી છે, આ બધા વચ્ચે જ બોલીવુડની એક ખ્યાતનામ અભિનેત્રી સમીરા રેડ્ડીએ પણ પોતાની પ્રેગ્નેન્સીના કારણે વધેલા વજનને લઈને ખુલાસો કર્યો હતો.
View this post on Instagram
અભિનેત્રી સમીરા રેડ્ડી બે બાળકોની મા બની ગઈ છે, બીજીવાર માતા બનતા પહેલા સમીરાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાની પહેલી પ્રેગ્નેન્સી વિશે જણાવ્યું હતું. તેને જણાવ્યું હતું કે તેની પહેલી પ્રેગ્નેન્સી કેટલી મુશ્કેલ રહી હતી.
View this post on Instagram
સમીરાએ જણાવ્યું હતું કે જયારે તે પોતાના પહેલા બાળક સાથે પ્રેગ્નેટ હતી ત્યારે બધાથી અલગ થઇ ગઈ હતી. આ તેના માટે સૌથી ખરાબ સમય હતો. તે પોતાના બોડી ટર્મના હિસાબથી બધું વિચારી રહી હતી. અને પ્રેગ્નેન્સીનો એ સમય તેના માટે ખુબ જ મુશ્કેલ હતો. પહેલી પ્રેગ્નેન્સી સમયે સમીરાનું વજન ખુબ જ વધી ગયું હતું.
View this post on Instagram
સમીરાએ જણાવ્યું હતું કે, “હું કામુક સૈમથી આ બની ગઈ હતી. મારુ વજન 32 કિલો વધી ગયું હતું. અને હું મને જ ઓળખી નહોતી શકતી. જયારે હું ઘરેથી નીકળતી હતી ત્યારે લોકો કહેતા હતા કે આ સમીરા છે ? તેમની વાતો સાંભળીને મને ખુબ જ નિરાશા થઇ જતી હતી.”
View this post on Instagram
સમીરાના જણાવ્યા પ્રમાણે પ્રેગ્નેન્સી બાદ વધેલા વજનના કારણે તેને ખુબ જ ટ્રોલ કરવામાં આવી હતી. તેના ઉપર સમીરાએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું હતું કે, “દરેક કોઈ કરીના કપૂર ના હોઈ શકે, જે પોતાનું વજન ઘટાવી શકે. મને Alopecia Areata નામની બીમારી થઇ ગઈ છે.”
View this post on Instagram
સમીરાએ જણાવ્યું હતું કે “પ્રેગ્નેન્સી બાદ મને પ્લેસેન્ટા પ્રેવિયા થઇ ગયું હતું, જેના કારણે હું લગભગ 5 મહિના બેડ રેસ્ટ ઉપર જ રહી. મારુ વજન ઘણું જ વધી ગયું હતું અને હું માનસિક રૂપથી ખુબ જ પરેશાન રહેવા લાગી હતી. ત્યારબાદ મેન્ટલ થેરાપીની મદદથી મને આ બધામાંથી બહાર આવવામાં મદદ મળી.
View this post on Instagram
સમીરા રેડ્ડીએ 2002માં આવેલી ફિલ્મ “મેને દિલ તુજકો દિયા” દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને કેટલીક બીજી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેને ખાસ સફળતા ના મળી શકી. સમીરાએ 2014માં બિઝનેસમેન આકાશ સાથે લગ્ન કરી લીધા હતા.