બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી બીજીવાર માતા બની ગઈ છે અને તેને શુક્રવારે સવારે દીકરીને જન્મ આપ્યો છે. સમીરાએ આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને આપી છે. આ તસ્વીરમાં તેના હાથમાં તેની દીકરીનો હાથ દેખાઈ રહ્યો છે. આ તસ્વીર શેર કરતા સમીરાએ લખ્યું, આ સવારે અમારા ઘરે નાની પરી આવી. મારી દીકરી માટે પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર.
View this post on Instagram
જણાવી દઈએ કે સમીરાએ વર્ષ 2014માં બિઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા, અને સમીરાએ 2015માં પોતાની પહેલી સંતાન દીકરા હંસને જન્મ આપ્યો હતો.
જણાવી દઈએ કે સમીરા પ્રેગ્નેન્સી દરમ્યાન પણ ઘણી સક્રિય હતી અને બેબી બમ્પ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. થોડા દિવસ પહેલા જ તેમને અંડરવોટર ફોટોશૂટ કરાવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું.
આ પછી પણ તેનો એક વિડીયો સામે આવ્યો હતો, જે નો મેકઅપ શૂટ હતું, આ વિડીયો શેર કરતાની સાથે જ સમીરાએ ટ્રોલર્સને જવાબ આપ્યો, લખ્યું, ‘આ મારી હકીકત છે. આ વીડિયોમાં હું એકવાર ફરી પોતાનું બેબી બમ્પ દેખાડી રહી છું. મને ખબર છે કે આ વીડિયોને જોઈને ઘણા લોકો મારા વિશે વાતો કરવાના છે. મને આવા લોકોથી કોઈ ફરક પડતો નથી. હું દેખાડવા માંગુ છું કે હું મેકઅપ વિના કેવી લાગુ છું. આ મારો મોર્નિંગ ફેસ છે. મારા માટે આ ક્ષણને સેલિબ્રેટ કરવું ખૂબ જ જરૂરી છે.’
સમીરાએ એક દિવસ પહેલા જ બેબી બમ્પ સાથે પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું હતું, ‘હેલો બમ્પી, આપણે ખૂબ જ નજીક છીએ.’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks