એક જમાનાની ફેમસ અદાકારા અને એકથી એક બેસ્ટ ફિલ્મો આપનારી અભિનેત્રી સમીરા રેડ્ડી બીજી વાર માં બનવા જઈ રહી છે.જણાવી દઈએ કે સમીરા રેડ્ડી 8 મહિનાથી ગર્ભવતી છે અને તે પોતાની ગર્ભાવસ્થાને ખુબ એન્જોય કરી રહી છે. સમીરા મોટાભાગે પોતાના સોશિયલ એકાઉંટ પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.બીજી વાર માં બનવા માટે સમીરા રેડ્ડી ખુશ હોવાની સાથે સાથે ખુબ જ ઉત્સાહિત પણ છે.
View this post on Instagram
I love these Portuguese Plates ! Soooo pretty ! ❤️ Happily tanned on this trip ! 🏖goa #vacay #vibe
અમુક સમય પહેલા જ સમીરા રેડ્ડીએ બેબી શાવર(શ્રીમંત)ની ઉજવણી કરી છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે અને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.પોતાના બેબી શાવર સમારોહમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં નજરમાં આવી રહી છે.
ટ્રેડિશનલ અવતારમાં સમીરાએ પીળા રંગની કાંજીવરમ સાડી પહેરી રાખી હતી, જેમાં લાલ અને સોનેરી રંગની બોર્ડર લાગેલી છે.આ લુકની સાથે ડાઈમંડનો નેકલેસ પણ પહેરી રાખ્યો છે,અને પોતાના વાળમાં ફૂલનો સુંદર ગજરો પણ નાખી રાખ્યો છે. સમીરાની આ તસ્વીરોમાં તેની સાથે પતિ અક્ષય વર્દે અને તેનો દીકરો હંસ પણ દેખાઈ રહ્યો છે.
સમારોહમાં સમીરાની સાથે તેના મિત્રો અને પરિવારજનો હાજર રહયા હતા.અમુક તસ્વીરોમાં સમીરા બેબી શાવર માટે તૈયાર થતી પણ નજરમાં આવી રહી છે.આ સમારોહ દરમિયાન સમીરાએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.પરિવારની સાથે મોજ મસ્તી કરી રહેલી સમીરા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.
સમીરાએ પોતાના પતિ અને દીકરા સાથે પણ ફોટોશૂટ કરાવ્યું હતું.બેબી શાવરના સમારોહ પછી સ્પેશિયલ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે પ્રાઇવેટ સમારોહ હતો જેમાં માત્ર નજીકના લોકો જ શામિલ થયા હતા.તસ્વીરોમાં સમીરાના ચેહરા પર પ્રેગ્નેન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
બેબી શાવરની તસ્વીર શેર કરતા સમીરાએ લખ્યું કે,”હાસ્ય અને સ્મિત પૂરું જીવન ખુશ રહેવા માટે પૂરતું છે!માઈ ગોડ”.સમીરા આગળના મહિને જુલાઈમાં બાળકને જન્મ આપી શકે તેમ છે.અમુક સમય પહેલા સોશિયલ મીડિયામાં સમીરાએ બેબીમુંનની તસ્વીરો શેર કરી હતી જેમાં સમુદ્રના કિનારે સમીરા બેબી ફ્લોન્ટ કરતી નજરમાં આવી હતી.
સમીરા રેડ્ડીએ પોતાના ફિલ્મી કેરિયેરમાં તેજ, દે દના, દન, મૈંને દિલ તુજકો દિયા,રેસ,ડરના મના હૈં જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. સમીરાએ 21 જાન્યુઆરી 2014 ના રોજ બીઝનેસમેન અક્ષય વર્દે સાથે લગ્ન કર્યા હતા.25 મૈં 2015 ના રોજ સમીરાએ પોતાના પહેલા દીકરા હંસને જન્મ આપ્યો હતો.
અક્ષય વર્દે Vardenchi Motorcycles ના કો-ઓનર છે. આ કંપની મોટર બાઈકનું કસ્ટમાઇઝ કરે છે. સમીરા-અક્ષયની મુલાકાત એક જાહેરાતની શૂટિંગના દરમિયાન થઇ હતી.બંનેએ એકબીજાને બે વર્ષ સુધી ડેટ કર્યા પછી લગ્ન કર્યા હતા.
બંનેના લગ્ન મરાઠી રિવાજો અનુસાર થયા હતા.પોતાના લગ્નમાં સમીરાએ નીતા લુલ્લાની ડિઝાઇન કરેલી સાઉથ ઇન્ડિયન સાડી પહેરી રાખી હતી જયારે અક્ષય કસ્ટમાઇઝ બાઈક પર બેસીને સમીરાના ઘરે જાન લઈને પહોંચ્યા હતા. તેઓના લગ્ન ખુબ આલીશાન રહ્યા હતા.
View this post on Instagram
Mr. & Mrs. Vardenchi ❤️. @vardenchi #husbandandwife #bikerlifestyle #keepingitreal
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks