એક્ટ્રેસ સમીરા રેડ્ડી આજકાલ તેની પ્રેગ્નેન્સીનો ખુબ જ આનંદ માણી રહી છે. સમીરા બીજીવાર માં બનવાની છે. હાલમાં જ તેને અંડરવોટર શૂટ કરાવ્યું હતું. જે પણ ઘણું ચર્ચામાં હતું. ત્યારે ફરી એકવાર સમીર રેડ્ડી ચર્ચામાં આવી છે.
આ ફોટો શૂટ અંડર વોટર કરવામાં આવ્યું હતું. સમીરાએ આ ફોટો શુટની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. અત્યાર સુધી કોઈએ પણ 9માં મહિનામાં અંડર વોટર ફોટો શૂટ કરાવ્યું ના હતું. સાથે જ સમીરાએ બિકીની પહેરી બોલ્ડ સીન આપ્યા હતા.
ત્યારે ફરી એકવાર સમીરએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જે ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં સમીરા અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં સમીરાનો અવાજ પણ સાંભળી શકાય છે. આ વિડીયોમાં તે દેખાડી રહી છે કે, તે અપૂર્ણ હોવા છતાં પણ પૂર્ણ છે.
વિડીયો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, હું વાસ્તવમાં હું જ છું. બેબી બર્થ માટે લગભગ તૈયાર જ છે.હું જણાવવા માંગુ છું કે, વગર મેકઅપ અને સવારના ચહેરાને કેવો લાગ્યો અને મારા માટે તે કેટલું મહત્વ પૂર્ણ છે.
શેર કરેલા ફોટોમાં સમીરા જલપરી જેવી દેખાઈ છે. પાણીની અંદર સમીરાએ ઘણા ફોટો ક્લિક કર્યા છે. જેમાં સમીરા ઘણી રિલેક્સ દેખાઈ છે. સમીરાના ફેન્સ આ ફોટો જોઇને તારીફ કરે છે.
જણાવી દઈએ કે, સમીરા રેડ્ડી સોશિયલ મીડિયામાં બહુજ એક્ટિવ છે. તે તેની પ્રેગ્નેન્સી,બોડી શેમિંગની બાબતે વાત કરતી રહે છે.આ પહેલા પણ સમીરાની ઘણા ફોટો સામે આવ્યા છે. જુલાઈમાં સમીરા તેના બીજા બાળકને જન્મ આપશે. સમીરાને એક પુત્ર પણ છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks