જાણો કોણ છે આર્યન ખાનને કસ્ટડીમાં લેનાર NCBના સમીર વાનખેડેની પત્ની, આ બોલિવુડ ફિલ્મમાં આવી ચૂકી છે નજર

અરબોપતિ બાપના નબીરાને ઝડપનાર સમીરની પત્ની તો બહુ મોટી હસ્તી નીકળી, જુઓ

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરનાર NCB અધિકારીની ઘણી ચર્ચા થઇ રહી છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને લોકો અસલી સિંઘમ કહી રહ્યા છે. સમીર વાનખેડેના નેતૃત્ત્વમાં જ રેવ પાર્ટીમાં છાપેમારી કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડગ કનેક્શન સામે આવ્યા બાદ તેની તપાસમાં સમીર વાનખેડેનું નામ સામે આવ્યુ હતુ. પ્રોફેશનલ લાઇફમાં સમીર વાનખેડે તો હવે ખૂબ જ ચર્ચામાં જોવા મળે છે.

સમીર વાનખેડેની પર્સનલ લાઇફની વાત કરીએ તો, ઘણા લોકો તેમના વિશે અને તેમની પત્ની વિશે જાણવા માંગે છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની એક અભિનેત્રી છે. તે ખૂબસુરતી મામલે ઘણી હિરોઇનો પર ભારે પડે છે. તે એક પોપ્યુલર મરાઠી અભિનેત્રી છે.

સમીર વાનખેડેની પત્નીનું નામ ક્રાંતિ રેડકર છે. તે આ સમયે સમીર વાનખેડેની સાથે સાથે ચર્ચાનું વિષય બનેલી છે. સમીર વાનખેડે આ સમયે બોલિવુડ ડગ કનેક્શનની તપાસમાં જોડાયેલા છે. તેમણે હાલમાં જ મુંબઇના એક ક્રૂઝ પર રેવ પાર્ટી બાદ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે. આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં છે.

ક્રાંતિ રેડકર મુંબઇની રહેવાસી છે અને તેમનો જન્મ પણ અહીં જ થયો છે. તેમણે કાર્ડિનલ ગ્રૈસિયસ હાઇ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. આગળનો અભ્યાસ તેમણે રામનારાયણ રુઇયા કોલેજથી કર્યો છે. અભ્યાસ પૂરો થયા બાદ ક્રાંતિએ અભિનય કરિયર તરફ પગ મૂક્યો. તેની પહેવી ફિલ્મ મરાઠી હતી જે વર્ષ 2000માં રીલિઝ થઇ હતી. તે બાદ તેણે બોલિવુડમાં અજય દેવગનની ફિલ્મ “ગંગાજલ”થી ડેબ્યુ કર્યુ હતુ.

ક્રાંતિ રેડકરે મરાઠી ફિલ્મોમાં હિટ ગીતો આપ્યા છે. વર્ષ 2015માં ફિલ્મ “કાકન”થી તેમણે નિર્દેશક તરીકે ડેબ્યુ કર્યુ હતુ. ફિલ્મમાં ઉર્મિલા કાનિતકર અને જીતેન્દ્ર જોશી હતા. તે સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના મેકઅપ વીડિયો ઘણા વાયરલ પણ થતા હોય છે. ક્રાંતિ રેડકર અને સમીર વાનખેડેએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંને જુડવા દીકરીઓના પેરેન્ટ્સ છે. ક્રાંતિ રેડકર ઘણીવાર સમીર વાનખેડે સાથે તસવીર શેર કરે છે.

સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરને પતિ પર ગર્વ છે. હાલમાં જ તેમણે ઇટાઇમ્સને આપેલ ઇન્ટરવ્યુમાં પતિના હાઇ-પ્રોફાઇલ ડગ કેસ અને દેશ માટે આપેલ કુરબાનીઓ વિશે વાત કરી હતી. ક્રાંતિ રેડકરે જણાવ્યુ કે, તેમના પતિ સમીર વાનખેડે ખૂબ જ મહેનતુ છે. આ પહેલા પણ તેઓ ઘણા મોટા મોટા ઓપરેશનને અંજામ આપી ચૂક્યા છે. આ વખતે તેઓ બોલિવુડ સાથે સંબંધિત ડગ મામલાની તપાસમાં લાગેલા છે. આ માટે તેઓ વધારે હાઇલાઇટ થઇ રહ્યા છે.

ક્રાંતિ રેડકરે કહ્યુ કે, જયારે પણ સમીર તેમના કોઇ ઓપરેશનને અંજામ આપી રહ્યા હો છે અથવા તો કોઇ તપાસમાં જોડાયેલા હોય છે તો હું તેમને પૂરી સ્પેસ આપુ છુ. હું તેમને કયારેય પૂછતી નથી કે શું થયુ, કયારે થયુ કારણ કે હું તેમના કામની પ્રાઇવસીને સમજુ છુ. હું ઘરે બધી વસ્તુઓનું ધ્યાન રાખુ છુ. એટલા માટે કે તેઓ તેમના કેસ પર ધ્યાન આપી શકે. તેમણે કહ્યુ કે, તેઓ કયારેક કયારેક તો એટલા વ્યસ્ત હોય છે કે મુશ્કેલીથી 2 કલાક સૂવે છે. તેઓ 24*7 કામ કરે છે.

ક્રાંતિ રેડકરે જણાવ્યુ કે, તેમને બે જુડવા બાળકો છે, જે 3 વર્ષના છે. તે કયારેક કયારેક પપ્પાને મિસ કરે છે. સમીર જાણે છે કે તેમનુ ઘરે ધ્યાન રાખવા અને સંભાળવા માટે તે છે. મને ગર્વ છે કે, સમીર દેશ માટે તેમની પર્સનલ લાઇફ, બાળકો અને પરિવારને ન્યોછાવર કરી રહ્યા છે. તેમણે એ વાતની ખુશી જાહેર કરી કે તેઓ મીડિયાને ઇન્ટરવ્યુ આપવા લાગ્યા છે. ક્રાંતિ રેડકરે જણાવ્યુ કે, તેમના પતિ સમીર વાનખેડે ખૂબ જ શાંત અને ઇંટ્રોવર્ટ ટાઇપના માણસ છે.

Shah Jina