Fact Check મનોરંજન

NCB અધિકારી સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ઝીંકી દીધા લાફા ? જાણો સચ્ચાઈ

શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની NCB ડગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ વચ્ચે આર્યન ખાનને લઇને ઘણી ખબરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એક વાયરલ પોસ્ટમાં એવું જણાવવામાં આવી રહ્યુ છે કે NCB અધિકારીએ કસ્ટડીમાં આર્યનને લાફો મારી દીધો. પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, મુંઇના અસલી સિંઘમ સમીર વાનખેડે જેમણે શાહરૂખ ખાન સાથે લાઇવ કોલમાં  આર્યનને લાફો મારી દીધો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વાતની પ્રશંસા કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો આલોચના કરી રહ્યા છે કે આવું કરવુ ખોટુ છે.

વાયરલ પોસ્ટમાં લખવામાં આવ્યુ છે કે, તમે બાળકોને પૈસા આપ્યા.  આધુનિક સુખ સુવિધાઓ આપી, પરંતુ એક પિતા બની બાળકને ન સંભાળી શક્યા. તેનું જ આ પરિણામ છે. મુંબઇના અસલી સિંઘમ સમીર વાનખેડે, જેમણે શાહરૂખ ખાન સાથે લાઇવ કોલમાં  આર્યનને લાફા માર્યા. વાયરલ પોસ્ટ ઉપરંત કેટલાક  મીડિયામાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે આર્યનને કસ્ટડીમાં NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બે લાફા માર્યા હતા. પૂરી ઘટના પિતા શાહરૂખ ખાનને સંભળાવામાં આવી. આ કહાની દ્વારા કહેવામાં આવ્યુ કે જો તેમણે દીકરાને પહેલા જ  લાફો મારી દીધો હોત તો આર્યન આટલો બગડતો નહિ અને ડગ એડિક્ટ ન બનતો.

કહાની શેર કરતા જણાવવામાં આવ્યુ કે NCB અધિકારી સમીર વાનખેડે બોલિવુડના અસલી સિંઘમ છે. દીકરાની ધરપકડ બાદ શાહરૂખ ખાને વાનખેડેને ફોન કર્યો અને આર્યનની દેખરેખ રાખવાનો અનુરોધ કર્યો. વાનખેડેએ શાહરૂખ ખાનને હોલ્ડ પર રાખવાનું કહ્યુ, તે બાદ આર્યન ખાનને ફોન કર્યો અને બે થપ્પડ માર્યા, વાનખેડેએ કહ્યુ કે,મિસ્ટર ખાન, જો તમે દીકરાને સમય પર લાફો મારી દીધો હતો તે તે અહીં મારા સામે ન બેઠો હોત.

જણાવી દઇએ કે, આ વાયરલ બાદ સમીર વાનખેડેનું એક નિવેદન મીડિયાને મળ્યુ, જે અનુસાર, તેમણે આ કહાનીને પૂરી નિરાધાર બતાવી અને નકારી દીધી. વાનખેડેએ વાયરલ પોસ્ટ પર કહ્યુ કે, એનસીબી એક પ્રોફેશનલ એજન્સી છે. અહીં સુધી કે બચાવ પક્ષે પણ અમારા પ્રોફેશનલ અંદાજ અને જેવી રીતે અમે આરોપીને કાનૂની મદદ કરાવી તેની સરાહના કરી છેય વાયરલ ન્યુઝ સાચી છે કે તે માટે ઘણા મીડિયાએ તપાસ કરી હતી અને તે બાદ જણાયુ હતુ કે આ પૂરી રીતે ફેક છે. એનસીબીએ પોતે આ વાતનું ખંડન કર્યુ છે.