NCBની ઓફિસમાં અનન્યાએ એવી હરકત કરી કે સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું, “આ તારું પ્રોડક્શન હાઉસ નથી….”

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડગ કેસમાં ધરપકડ થયા બાદ તેની વૉટ્સએપ ચેટના આધારે આ તાર અભિનેત્રી અનન્યા પાંડે સાથે પણ જોડાયેલા જોવા મળ્યા, જેના બાદ NCB દ્વારા અન્યાન્ય પાંડેને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી હતી. અનન્યા પાંડે સાથે બે દિવસમાં 6 કલાકની પુછપરછ થઇ ચુકી છે.

શુક્રવારના રોજ સતત ચાર કલાકની પુછપરછ બાદ એનસીબીએ અનન્યાને સોમવારના રોજ ફરી એકવાર સવાલ-જવાબ માટે બોલાવી છે ત્યારે શુક્રવારના રોજ અનન્યાને એનસીબીએ સવારે 11 વાગે પુછપરછ માટે બોલાવી હતી. પરંતુ તે લગભગ સાડા ત્રણ કલાક મોડા એક્સચેન્જ બિલ્ડીંગ પહોંચી.

જાણવા મળી રહ્યું છે કે મોડું થવાના કારણે જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને ફટકાર લગાવી હતી. એટલું જ નહિ સમીર વાનખેડેએ અનન્યાને એ પણ ખાઈ દીધું કે “આ કોઈ પ્રોડક્શન હાઉસ નથી, જ્યાં પોતાની મરજીથી આવું છું.” અનન્યા પાંડે સાથે ગુરુવાર બાદ શુક્વારે પણ સમીર વાનખેડેએ મહિલા અધિકારીઓની હાજરીમાં પુછપરછ કરી હતી.

કાયદાકીય રીતે જોવા જઈએ તો સૂર્યાસ્ત બાદ મહિલાઓ સાથે પુછપરછ નથી થઇ શકતી. આજ કારણ છે કે ગુરુવારના રોજ સવા બે કલાકની પુછપરછ બાદ NCBએ શુક્વારે સવારે સવાલ જવાબ માટે બોલાવી હતી. તપાસ એજન્સી પાસે અનન્યા માટે સવાલોનું મોટું લિસ્ટ છે. પરંતુ અભિનેત્રી તેના પિતા ચંકી પાંડે સાથે બપોરે 2.30 કલાકે એનસીબી ઓફિસ પહોંચી.

એવામાં જયારે અનન્યા સમીર વાનખેડેના કેબિનમાં પુછપરછ માટે પહોંચી તો તે ભડકી ગયા. અનન્યાને મોડા આવવાના કારણે ફટકાર પણ લગાવી. તેમને કહ્યું, “તમને 11 વાગે બોલાવવામાં આવ્યા હતા અને તમે હમણાં આવી રહ્યા છો.” અહીંયાના અધિકારીઓ તમારી રાહ જોઈને નથી બેસી રહ્યા. આ કોઈ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ એક સેન્ટ્રલ તપાસ એન્જસી ઓફિસ છે. જે સમયે બોલાવવામાં આવ્યા હોય તે સમયે જ પહોંચી જાવ.”

Niraj Patel