10 વર્ષ પહેલા પણ શાહરૂખનો સમીર વાનખેડે સાથે થયો હતો સામનો, સમીરે કર્યો હતો ભારે દંડ
શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાના દીકરા આર્યનના ડગ કેસ મામલાને કારણે ખૂબ જ પરેશાન છે. આ સમયે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ આરોપીઓ વિરૂદ્ધ ઘણા સબૂતો પેશ કર્યા છે, જેને કારણે આર્યન ખાન સહિત અન્ય આરોપીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પરંતુ આ પહેલીવાર નથી જયારે શાહરૂખ ખાન અને સમીર વાનખેડે બંને એકબીજાના સામ-સામે આવ્યા હોય. આ પહેલા પણ સમીર વાનખેડે શાહરૂખ ખાન માટે આફત બની ચૂક્યા છે.
આ વાત વર્ષ 2011ની છે. જયારે સમીર વાનખેડેએ કસ્ટમ ડ્યુટી ન ભરવાને કારણે શાહરૂખ ખાન પર લગભગ ડોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. શાહરૂખ ખાન પૂરા પરિવાર સાથે હોલેંડ અને લંડનથી વેકેશન મનાવી મુંબઇ પરત ફર્યા હતા ત્યારે વાનખેડે એરપોર્ટ પર કસ્ટમ ઓફિસમાં એક આસિસ્ટેંટ તરીકે કામ કરી રહ્યા હતા. તેમની ટીમે પરિવારને એરપોર્ટ પર જ રોકી લીધા હતા. તેમના સામાનમાં એવો કોઇ વિદેશી સામાન મળ્યો હતો, જેના પર કસ્ટમ ચાર્જ ભરવો જરૂરી હતો.
શાહરૂખ ખાનને રોકવા પાછળ સમીર વાનખેડે પાસે એક કારણ હતુ. શાહરૂખ પોતાની સાથે 20 બેગ લઇને આવ્યા હતા. આ મામલે શાહરૂખ ખાન સાથે ઘણીવાર સુધી પૂછપરછ કરવામાં આવી હતી. શાહરૂખ ખાન પર લિમિટથી વધારે સામાન લાવવા માટે ડોઢ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ મામલો ખત્મ થયાના 10 વર્ષ બાદ ફરીથી બંનેનો આમનો-સામનો થયો છે.
શાહરૂખ ખાન એકલા એવા અભિનેતા નથી જેમનો સમીર વાનખેડે સાથે આમનો સામનો થયો હોય. શાહરૂખ સાથે સાથે અનુષ્કા શર્મા, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, બિપાશા બસુ, વિવેક ઓબરોય, મિનીષા લાંબા, રણબીર કપૂર, મીકા સિંહ, અનુરાગ કશ્યપ, રિયા ચક્રવર્તી જેવા અનેક ફિલ્મ સ્ટાર્સને વાનખેડે પોતાના રડારમાં લઇ ચૂક્યા છે.
આ વખતે ડગ મામલે સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે. 2 ઓક્ટોબરના રોજ મોડી રાત્રે રેવ પાર્ટીથી શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને હિરાસતમાં લેવામાં આવ્યો હતો. બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. શાહરૂખના દીકરા પર NCBએ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.