મનોરંજન

ટીવી ઇન્ડસ્ટ્રીઝને લાગ્યું વધુ એક ઝટકો: આ દિગ્ગ્જ એક્ટરએ દુનિયાને કહી દીધું અલવિદા

એક બાજુ જ્યાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મનોરંજન જગત માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. એક બાદ એક દિગ્ગ્જ એક્ટરો આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ વચ્ચે વધુ એક ટીવી એક્ટરઆ દુનિયાં અલવિદા કહી દીધું છે.

ટીવી એક્ટર સમીર શર્માનો મૃતદેહ મલાડ સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો છે. સમીરનો મૃતદેહ ઘરમાં પંખા સાથે લટકેલું મળ્યું હતું. સમીરના ઘરમાંથી દુર્ગંધ આવ્યા બાદ આ જાણકારી સામે આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, એક્ટરે આત્મહત્યા કરી લીધી છે. જો કે, પોલીસને હજી સુધી તેના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી.

 

View this post on Instagram

 

A post shared by Amar Ujala (@amar_ujala) on

44 વર્ષીય એક્ટર સમીર શર્માએ બુધવારે મલાડના પોતાના ઘરમાં સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ફાંસો ખાઈને જીવન ટૂકાવ્યું હતું. મલાડ પોલીસના જણાવ્યા અનુસાર, સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ આ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. હાલ તો આ મામલે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ દાખલ કર્યો છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે.

 

View this post on Instagram

 

A post shared by Commemoration Posts (@commemorationposts) on

સમીર શર્માના મૃત્યુ પછી તેની એક સોશિયલ મીડિયાની પોસ્ટ ચર્ચામાં આવી છે. જોકે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વેરીફાઈ કરવામાં આવ્યું નથી. પરંતુ આ એકાઉન્ટ સમીર શર્માનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly) on

સમીર શર્માએ ‘લેફ્ટ રાઈટ લેફ્ટ’, ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’,’યે રિશ્તે હૈ પ્યાર કે’, ‘જ્યોતિ’, ‘કહાની ઘર ઘર કી’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂં- એકબાર ફીર’ વગેરે જેવી સીરિયલોમાં કામ કર્યું હતું.