ફિલ્મી દુનિયા

સમીર શર્માએ સુશાંતના મૃત્યુ ઉપર લખી હતી પોસ્ટ: “શું તમે જાણો છો? પોતાનો જીવ લેવો કેવું હોય છે?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બાદ હવે ટીવી અભિનેતા સમીર શર્માનું શબ તેના મલાડ સ્થિત ઘરની અંદરથી મળ્યું છે. સમીરે બે દિવસ પહેલા જ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. સમીરે હાલમાં જ સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ ડિપ્રેશન અને આત્મહત્યા ઉપર પોસ્ટ લખી હતી.

Image Source

સમીર એ વાતને લઈને હેરાન રહેતો હતો કે સુશાંતને મેન્ટલ હેલ્થને લઈને લોકો જજ કરી રહ્યા હતા. સમીરે 22 જુલાઈના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે: “હું હવે મેન્ટલ હેલ્થ વિશે આ કારણે વાત કરી શકું છું, કારણ કે, ડોકટરે ખાતરી કરી લીધી છે કે સુશાંત બાયપોલર ડિસઓર્ડરથી ઝઝૂમી રહ્યો હતો.”

Image Source

સમીરે આગળ આ પોસ્ટની અંદર લખ્યું છે કે: “તમને ખબર છે કે બાયપોલર ડિસઓર્ડર, ડિપ્રેશન, સ્કીજોફ્રેઈનીયામાં છેલ્લે શું થાય છે? કોઈને પણ આના વિશે ખબર નહીં હોય જ્યાં સુધી તમે આ બીમારીમાંથી ના પસાર થાવ. ડિપ્રેશન એવી બીમારી છે જેને તમે સમજી નથી શકતા. તેના કેન્સર કે ડાયાબિટીઝની જેમ શરીરમાં તેના લક્ષણો નથી આવતા.”

સમીરે પોતાની આ પોસ્ટની અંદર જણાવ્યું હતું કે આત્મહત્યા કરવી કેટલી કઠિન હોય છે. સમીરે લખ્યું હતું કે: “શું તમે જાણો છો કે પોતાનો જ જીવ લેવો આખરે શું હોય છે? વિચારશો પણ નહીં. જો કરવાનો પ્રયત્ન પણ કર્યો તો પણ તમારી હાલત ખરાબ થઇ જશે.”

Image Source

આજ પોસ્ટમાં આગળ સમીરે જણાવ્યું કે: “તે વ્યક્તિએ પોતાનો જીવ પોતે જ લઇ લીધો. તમે જેટલું વિચારો છો તેટલું સરળ નથી. તે ખુબ લડ્યો, બહુ જ તકલીફો સહન કરી. અને છેલ્લે તેની પાસે પોતાનો જીવ લેવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.”

સમીરે “કહાની ઘર ઘર કી, ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, ઇસ પ્યાર કો ક્યાં નામ દુ” જેવી ધારાવાહિકોમાં કામ કર્યું છે. સમીર હાલમાં “યે રિશ્તે હે પ્યાર કે”માં જોવા મળી રહ્યો હતો. આ ધારાવાહિકમાં તે કાવેરી પ્રિયમના પિતાની ભૂમિકા ભજવી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Samir Sharma (@samir5d) on

સમીરે આજ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. આજ ઘરના રસોડામાં તે ફાંસી ઉપર લટકી ગયો. સમીર શર્માનું શબ સૌથી પહેલા નાઈટ ડ્યુટી કરનાર ચોકીદારે જોયું હતું તેને બાકી લોકો સાથે પોલીસને સૂચના આપી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.