માસી-ભત્રીજીએ કર્યા લગ્ન ! સેમ સેક્સ લવમાં લપેટાઇ સમલૈંગિક સંબંધની હેરાન કરી દેનારી કહાની

બે છોકરીઓએ કર્યા લગ્ન, દિલચસ્પ છે પ્રેમકહાની, જાણો માસી-ભત્રીજીમાં કોણ બન્યુ પતિ અને કોણ બની પત્ની

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

દેશ અને વિદેશમાંથી ઘણીવાર સેમ સેક્સ મેરેજના અલગ અલગ કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં બિહારના જમુઈ જિલ્લાના લક્ષ્મીપુર વિસ્તારમાંથી આવો મામલો સામે આવ્યો. બે છોકરીઓ વચ્ચે સમલૈંગિક લગ્નનો મામલો સામે આવ્યા બાદ પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે નિશા અને કોમલ વચ્ચે ઘણા મહિનાઓથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને 24 ઓક્ટોબરે બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા.

આ પછી બંને પતિ-પત્નીની જેમ રહેવા લાગ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમાઈ જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી નિશા કુમારી પતિની ભૂમિકા ભજવશે જ્યારે કોમલ પત્નીની. યુવતીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ અમે બંનેએ ગે મેરેજ કર્યા છે. જો અમને અલગ કરવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમે બંને આત્મહત્યા કરી લઈશું. કહેવામાં આવી રહ્યું છે કે નિશા કોમલની માસી છે. નિશા અને કોમલ લગભગ દોઢ વર્ષ પહેલા એક વેડિંગ ફંક્શનમાં મળ્યા હતા.

જ્યાં બંને એકબીજાને જોતાં જ પ્રેમમાં પડ્યા અને પછી એકબીજાનો નંબર લીધો. આવી સ્થિતિમાં તે કલાકો સુધી મોબાઈલ પર વાત કરવા લાગ્યા. આ પછી 24મી ઓક્ટોબરે દશેરાના દિવસે મંદિરમાં કોમલ સાથે લગ્ન કરીને નિશા ઘર છોડીને પટના ગઈ હતી. તેણે તેના વાળ કપાવી નાખ્યા, જ્યારે કોમલે તેના માથામાં સિંદૂર લગાવવાનું શરૂ કર્યું. પરિવારના સભ્યોને તેમના લગ્ન વિશે ત્યારે ખબર પડી જ્યારે આ છોકરીઓએ તેમના સોશિયલ મીડિયા સ્ટેટસ પર લગ્નની તસવીર પોસ્ટ કરી. આ જોઈને બંને પરિવારો આશ્ચર્યચકિત થઈ ગયા.

કોમલની માતા કહે છે કે તે તેની એકમાત્ર પુત્રી છે અને નિશા તેની માસી છે. તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને ભવિષ્યમાં લગ્ન કરશે તેનો ખ્યાલ નહોતો. ત્યાં નિશાના પિતાનું કહેવું છે કે તે બંને કલાકો સુધી મોબાઈલ પર વાત કરતા હતા, પરંતુ કલ્પના નહોતી કે તેમની પુત્રી આવું પગલું ભરશે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે. હવે કોર્ટમાં બંનેના નિવેદન નોંધવામાં આવશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina