અમદાવાદની આઇશા બાદ વડોદરાની નફીસા ! આપઘાત પહેલા અમદાવાદના રીવરફ્રન્ટ પર ઉતાર્યો વીડિયો, કહ્યુ- તુમને મુજે ધોખા…

અમદાવાદના આઇશા કેસ પછી વડોદરામાં નફીસાએ કરી આત્મહત્યા, રડતા રડતા કહ્યું કે, મેં તને ખુબ જ પ્રેમ કર્યો પણ તે….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના અનેક બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદની આઇશાએ તેના પતિને કારણે આપઘાત કર્યો હતો. જો કે તેણે આપઘાત પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારે આવો જ એક કિસ્સો હાલ વડોદરામાંથી સામે આવ્યો છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાને તેના પ્રેમીએ તરછોડી દીધી હતી અને તે બાદ તેણે અમદાવાદ રિવરફ્રન્ટ પર આપઘાતના પ્રયાસ પણ કર્યા હતા. જો કે, તેણે આપઘાત પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.

અમદાવાદમાં આપઘાતના પ્રયાસમાં તે કદાચ સફળ ન રહેતા તેણે વડોદરા પરત ફરી ગળે ફાંસો ખાધો હતો. આ ઘટનાની ફરિયાદ જે.પી.રોડ પોલિસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.જણાવી દઇએ કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ અમદાવાદની આઇશાએ તેના પતિથી કંટાળી આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આવી જ ઘટના વડોદરાની નફીશા સાથે બની છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરેને અમદાવાદના શેખ રમીઝ અહેમદે પ્રેમમાં દગો આપ્યો હતો, જેને લઇને વડોદરાની નફીસાએ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો.

એવી પણ માહિતી સામે આવી છે કે નફીશાએ વડોદરામાં આપઘાત કર્યા પહેલા બે વખત પ્રયાસ પણ કર્યો હતો. જો કે, તેમાં તે સફળ ન રહેતા વડોદરા પરત ફરી હતી. જે બાદ તેણે 20 જૂન 2022ના રોજ ઘરમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. નફીશાના આપઘાત બાદ તેના પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.નફીશાએ જે વીડિયો બનાવ્યો હતો તે મીડિયા સામે આવ્યો છે અને તે એ વીડિયોમાં કહી રહી છે કે તેના પ્રેમીએ તેને દગો આપ્યો છે.

નફીશા વીડિયોમાં કહી રહી છે કે, રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુજે વટાતે રહે, આયે હી નહીં, યે તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. નફીસા આગળ કહી રહી છે કે, ઝીંદગીમેં મેને તુમસે બહોત પ્યાર કિયા ઔર તુમને મેરે સાથ ક્યાં કિયા, મુજે ધોખા દિયા…મુજે લગા થા કી તુમ સબસે અલગ હો પર તુમભી સબકે જેસે નીકલે. નફીશા તેની વ્યથા ઠાલવતા કહી રહી છે કે, તુમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ.

પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તુમ્હે મેંને પરસો દેખા થા વહાં પર, તમ્હારે કપડે ભી સુખે રખે હુએ થે. આ ઉપરાંત નફીશાનઓ બીજો પણ એક વીડિયો છે, જેમાં તે અમદાવાદ રિવરફ્રન્ટ પર જોવા મળી રહી છે અને તે વીડિયોમાં કહી રહી છે કે, કિતની બુરી હાલત કરદી હૈ. મેં ન ઘર કી રહી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં વહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર આઇશા નામની યુવતિએ તેના પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો. તેણે આપઘાત પહેલા તેના પતિની કાળી કરતૂતનો વીડિયો પણ બનાવ્યો હતો. આ વીડિયો એ સમયે ઘણો ચર્ચામાં પણ રહ્યો હતો. આઈશા આત્મહત્યા કેસમાં સેશન્સ કોર્ટે તેના પતિ આરિફને 10 વર્ષની સજા પણ ફટકારી છે અને સાથે એક લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એને બદલે વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો થોડા મહિના પહેલા વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ઓલપાડના સાયણના યુવકે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. આપઘાત કરવા પહેલા યુવકે બનાવ્યો વીડિયો હતો. વીડિયોમાં પોતાની પત્ની, સાળી, સાસુ, સસરાના નામનો ઉલ્લેખ કર્યો છે. સાસરિયાઓ રૂપિયા માંગી ત્રાસ આપતા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કર્યો હતો. યુવકે પોતાના મોટા ભાઈને વીડિયો વોટ્સએપ કર્યો હતો.વીડિયો મોકલ્યા બાદ ગણતરીની મિનિટમા જ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. મૂળ મહારાષ્ટ્રના યુવકે ટ્રેન નીચે પડ્યું મૂકી આપઘાત કર્યો હતો.

Shah Jina