મનોરંજન

સંભાવના શેઠે હોસ્પિટલ ઉપર લગાવ્યો પિતાની હત્યાનો આરોપ, વીડિયો શેર કરીને વ્યક્ત કર્યો પોતાનો ગુસ્સો

હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જેના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે, ઘણા લોકોના મોત હોસ્પિટલની બેદરકારીના થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે હાલમાં જ ટીવી અને બોલીવુડની અભિનેત્રી સંભાવના શેઠે પણ હોસ્પિટલ ઉપર પોતાની પિતાની હત્યાનો આરોપ લગાવ્યો છે.

સંભાવના શેઠના પિતાનું નિધન 8 મેના રોજ કાર્ડિયેક એરેસ્ટના કારણે થયું હતું. કાર્ડિયેક એરેસ્ટના ઠીક પહેલા તે કોરોના પોઝિટવ મળી આવ્યા હતા.  હવે પિતાના મોતના સદમામાં બેહાલ થયેલી સંભાવનાએ સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરી અને ન્યાય માટે અપીલ કરી છે. આ વીડિયોની અંદર તેને પિતાની મોત માટે હાસ્પિટલ પ્રસાશન અને ડોક્ટરને જવાબદાર ગણાવ્યા છે.  પિતાની મોતને પણ હત્યા જણાવી છે.

સંભાવનાએ શનિવારના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો જેના બાદ હોબાળો મચી ગયો હતો. આ વીડિયોની અંદર તેને પિતાના મેડિકલ મર્ડર માટે હોસ્પિટલ ઉપર આરોપ લગાવ્યો છે.

સંભાવનાએ ઇન્સ્ટાગ્રામ ઉપર આ વીડિયો શેર કરવાની સાથે લખ્યું છે, “તેમને મારા પિતાને મારી નાખ્યા. જેમ કહેવાય છે કે દુનિયા ફક્ત બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોઈ શકતી. એ રીતે ડોક્ટર ભગવાન બરાબર નથી હોઈ શકતા. કેટલાક ખરાબ લોકો પણ છે જે સફેદ કોટ પહેરી અને આપણા પ્રિયજનોને મારી રહ્યા છે.

સંભાવના આટલે જ ના રોકાઈ. તેને પોતાના કડવા અનુભવ શેર કરવાની સાથે આગળ લખ્યું છે કે, “આ વીડિયો રેકોર્ડ કરવાના 2 કલાકની અંદર જ તેના પિતાનું નિધન થઇ ગયું કે પછી મારે એમ કહેવું જોઈએ કે તેમની મેડીકલી હત્યા કરી દેવામાં આવી. મારા પિતાને ખોવા મારા જીવનનો સૌથી મોટો ડર હતો. જેનો મેં સામનો કર્યો છે. હવે હું નીડર થઈને જઈ રહી છું. મારા પિતા દ્વારા જીવનભર શીખવામમાં આવેલા સત્ય દ્વારા લડવા માટે. હું આ લડાઈમાં આ મોટી શાર્કને હરાવી શકું છું કે નહીં, પરંતુ હું નિશ્ચિત રૂપે તેમને આ સુંદર પાણીમાંથી બહાર કાઢીશ અને તેમના અસલી ચહેરા બતાવીશ.”

સંભાવના આગળ જણાવે છે કે, “હું મારા પિતાના અંતિમ સંસ્કારને પુરા કરી રહી હતી. હવે મને આ લડાઈમાં તમારા સમર્થનની જરૂર છે. કારણ કે હું જાણું છું કે તમારામાંથી દરેક કોઈ આ કઠિન સમયમાં હોસ્પિટલમાં રહ્યું હશે. તેમને આ પ્રકારની મેડિકલ લાપરવાહીનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ વિભિન્ન કારણોથી તેના માટે ના લડી શક્યો. હવે અમે આ વીડિયોને હેશટેગ #justice4sambhavna #medicalmurder સાથે શેર કરીને એક સાથે લડી શકીએ છીએ.”

સંભાવનાએ સૌથી છેલ્લે જણાવ્યું છે કે તેમને કાયદાકીય લડાઈની શરૂઆત કરી દીધી છે, તેને લખ્યું છે કે, “મારા વકીલ રોહિત અરોરા અને કોશીમા અરોરા ગુંબર સિનિયર એસોસિયેટ જે એક પ્રસિદ્ધ દિલ્હી લો ફર્મમાં તેમને પ્રક્ટિયા શરૂ કરી દીધી છે. જયપુર ગોલ્ડન હોસ્પિટલને જલ્દી જ મારા વકીલ લીગલ નોટિસ મોકલી અને કાનૂની લડાઈ શરૂ કરશે.”