પતિ સાથે હનીમુન પીરિયડ ખત્મ કરી પ્રેમી સાથે ભાગી દુલ્હન, અધધધ લાખોનો માલ લઇને બાલ્કનીમાંથી સાડી લટકાવી ફિલ્મી રીતે થઇ ફરાર

બૉલીવુડ ફિલ્મો પણ શરમાઈ જાય એવી રીતે ભાગી, બાલ્કનીની રેલિંગથી લટકાવી સાડી, જ્વેલરી-રોકડ લૂંટી ભાગી દુલ્હન, CCTVમાં જોવા મળ્યો બોયફ્રેન્ડ

થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, ‘ડોલી કી ડોલી’ જેમાં સોનમ કપૂરે લૂંટેરી દુલ્હનનો રોલ કર્યો હતો. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જ્યાં ધામધૂમથી લગ્ન કરીને સાસરે પહોંચેલી દુલ્હન લૂંટેરી નીકળી. પતિ અને સાસરિયાઓને ઊંઘની ગોળીઓ ખવડાવી લાખોનો માલ સમેટ્યા બાદ આ લૂંટેરી દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ઉત્તરપ્રદેશના સંભલ શહેરના મોહલ્લા હલ્લુ સરાયમાંથી આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક દુલ્હન રાત્રિ દરમિયાન તેના સાસરિયાના ઘરેથી કિંમતી દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી.

આયોજન હેઠળ તેણે ખાવામાં ઊંઘની ગોળીઓ ભેળવી હતી. જમ્યા પછી સાસરીયાઓ ગાઢ નિંદ્રામાં સરી પડ્યા અને સવારે જ્યારે તે જાગ્યા તો ઘરની હાલત જોઈ સૌના હોશ ઉડી ગયા. કન્યા બાલ્કનીની રેલિંગ સાથે સાડી બાંધીને નીચે આવી અને પ્રેમી સાથે ભાગી ગઈ. બંને સાથે જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. સંભલના સદર કોતવાલી વિસ્તારના હલ્લુ સરાયમાં રહેતા અંકુશ ઠાકુરના લગ્ન 4 મહિના પહેલા શિવપુરી (મધ્યપ્રદેશ)ની મનીષા સાથે થયા હતા. અંકુશનો પરિવાર ખૂબ જ ધામધૂમથી મનીષાને ઘરે લઈ આવ્યો હતો.

આ દરમિયાન મનીષાએ તેના સાસરિયાના ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો અને 1 સપ્ટેમ્બરની રાત્રે ઊંઘની દવા ભેળવીને સમગ્ર પરિવારને બેભાન કરી નાખ્યો અને ઘરમાંથી લાખોનો માલ લઇ તે ફરાર થઇ ગઇ. લૂંટેરી દુલ્હન મનીષા 70 હજાર રૂપિયા રોકડા અને દાગીના લઈને છતની રેલિંગ પર સાડી બાંધીને નીચે આવી હતી અને ત્યાંથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પરિવારની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.

આરોપી દુલ્હનના પતિ અંકુશે જણાવ્યું કે પત્નીએ રાત્રે બધાને ભોજન અને દૂધ આપ્યું. પરિવારે સાથે મળીને રાત્રિભોજન કર્યું અને બધા સૂઈ ગયા. મનીષાએ મને પણ દૂધ આપ્યું હતુ અને હું પણ તે પીને સૂઈ ગયો. સવારે જ્યારે અમે આંખ ખોલી તો જોયું કે કબાટ ખુલ્લું હતું અને ઘરમાંથી 70 હજારની રોકડ સહિતના તમામ દાગીના ગાયબ હતા. સાડી છતની રેલિંગ સાથે બાંધેલી મળી આવી હતી. સીસીટીવી ચેક કરતાં મનીષા કોઈ છોકરાની પાછળ જતી જોવા મળી હતી. અંકુશે કહ્યું, મનીષાને હર્ષ શર્મા નામના છોકરા સાથે પ્રેમ સંબંધ હતો.

હર્ષ પણ શિવપુરીનો રહેવાસી છે. અમે ઘરમાં થયેલી લૂંટ અંગે પોલીસને જાણ કરી છે અને સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે.અંકુશની ભાભી રૂપાલીએ પોલીસને જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે મનીષા ભોજન બનાવતી ન હતી. પરંતુ બુધવારે રાત્રે તેણે ભોજન બનાવ્યું અને બધાને ખૂબ પ્રેમથી ખવડાવ્યું. જ્યારે અમે કહ્યું કે તમે પણ ભોજન લો તો તેણે કહ્યુ મારુ મન નથી.

Shah Jina