સીધી સાદી અભિનેત્રીની આત્મહત્યા પછી થયો ધડાકો: ખરાબ બીભત્સ વીડિયો ચુપકેથી ઉતાર્યો, ઢોર માર માર્યોને પછી…

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત મામલે ચાલી રહેલી તપાસથી તેની માતા મધુ દુબે સંતુષ્ટ નથી અને તેમણે પોલિસની કાર્યપ્રણાલી પર સવાલ પણ ઉઠાવ્યા. આકાંક્ષાની માતા મધુએ દાવો કર્યો છે કે પોલીસ આરોપી સમર સિંહને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મધુ દુબેએ કોર્ટને વિનંતી કરી છે કે તેમની પુત્રીના મૃત્યુની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે જેથી આરોપીઓને સજા મળી શકે અને તેઓ છટકી ન જાય.

આકાંક્ષાની માતાએ દાવો કર્યો છે કે સમર સિંહ તેની પુત્રીને અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલ કરતો હતો. 21 માર્ચના રોજ તેણે તેની પુત્રીને અન્ય કોઈ સાથે કામ કરશે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. મધુ દુબેએ એમ પણ કહ્યુ કે, આ કેસમાં હજુ સુધી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. દાખલ કરાયેલી અરજીમાં આકાંક્ષાની માતાએ કેસની તપાસ કરી રહેલા અધિકારીને તેની કેસ ડાયરી સાથે કોર્ટમાં હાજર રહેવાની પણ માંગ કરી છે.

મધુ દુબેની અરજીની નોંધ લેતા કોર્ટે હવે આ મામલાની સ્થિતિ જાણવા માટે સારનાથ પોલીસ સ્ટેશન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. દાખલ કરાયેલી અરજીમાં મધુ દુબેએ જણાવ્યું હતું કે સમર સિંહ ત્રણ વર્ષ પહેલા આકાંક્ષાને મળ્યો હતો.

માતાનો આરોપ છે કે સમર સિંહે પહેલા તેની પુત્રી આકાંક્ષા દુબે સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યા અને પછી અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો. જે બાદ આ વીડિયોના આધારે તે આકાંક્ષાને બ્લેકમેલ કરતો હતો. સમરે આકાંક્ષાને અનેક વિડિયોમાં અભિનય કરવા દબાણ કર્યું અને તેમાંથી કમાયેલા તમામ પૈસા પોતાના પાસે રાખ્યા. આકાંક્ષા દુબેની માતા તરફથી દાખલ કરાયેલી અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આકાંક્ષાએ સમર સિંહનો વિરોધ કર્યો ત્યારે તે તેને ખરાબ રીતે મારતો હતો.

તે આકાંક્ષાને તેનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. જો કે, હાલમાં જ એવી ખબર આવી છે કે સમર સિંહની પોલિસે ધરપકડ કરી લીધી છે. જણાવી દઇએ કે, ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનો મૃતદેહ વારાણસીની હોટલ સોમેન્દ્ર રેસીડેન્સીના રૂમમાંથી મળી આવ્યો હતો. આ પહેલા 25 માર્ચની રાત્રે તેણે પાર્ટી કરી હતી અને આ પાર્ટી બાદ તેને એક યુવક કારમાં હોટલ સુધી છોડવા આવ્યો હતો અને તે લગભગ 17 મિનિટ સુધી આકાંક્ષાના રૂમમાં પણ હતો. આકાંક્ષા ભોજપુરી સિંગર સમર સિંહ સાથે રિલેશનશિપમાં હતી અને આની જાહેરાત આ વર્ષે વેલેન્ટાઇન ડે પર તેણે ઇન્સ્ટા પોસ્ટમાં કરી હતી.

Shah Jina