હોટેલમાં સુશાંતસિંહની જેમ આ સુંદર અભિનેત્રી લટકી ગઈ, પછી એનો બોયફ્રેન્ડ ભાગી ગયો, જાણો અંદરની વાત

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેની લાશ વારાણસીની એક હોટલમાંથી મળી આવી હતી. આ ખબર સામે આવ્યા બાદ ભોજપુરી સિનેમા જગત અને ચાહકો હેરાન છે. આત્મહત્યા પહેલાની રાત સુધી તો આકાંક્ષા દુબે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ હતી અને પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ છેલ્લા મહિને 14 ફેબ્રુઆરીએ ભોજપુરી સિંગર સમર સિંહ સાથે કેટલીક તસવીરો શેર કરી પોતાના રિલેશનશિપને કંફર્મ કર્યુ હતુ.

ત્યારે હવે રીપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે આકાંક્ષા દુબેના સુસાઇડ બાદથી સમર સિંહ નથી મળી રહ્યો. ઇટાઇમ્સે સૂત્રના હવાલે કહ્યુ છે કે, સવારથી સમર સિંહનો ફોન સ્વીચ ઓફ છે. તેનો સંપર્ક નથી થઇ રહ્યો. જો કે આ મામલે વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આત્મહત્યા બાદ પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આકાંક્ષા દુબે ફિલ્મ નાયક શરૂ કરવાની હતી. સવારે 9 વાગ્યે મેકઅપ બોય તેને બોલાવવા હોટલ ગયો હતો, પરંતુ ત્યાં ખરાબ સમાચાર મળ્યા.

અભિનેત્રીની લાશ હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. આકાંક્ષા દુબેએ હાલમાં જ ભોજપુરી ફિલ્મ મિટ્ટીનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ફિલ્મમાં તે અભિનેતા યશ કુમાર અને રક્ષા ગુપ્તા સાથે જોવા મળશે. તેનું નિર્દેશન ચંદન ઉપાધ્યાયે કર્યું છે. જો કે તેના જીવતા તો આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ. આશ્ચર્યની વાત એ છે કે આકાંક્ષાનું નવું ગીત આજે જ રિલીઝ થયું છે, જેમાં તે પવન સિંહ સાથે જોવા મળી છે. આકાંક્ષાની આત્મહત્યાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે પોલીસ હજુ પણ આ કેસની તપાસમાં લાગેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Samar Singh (@samarsinghh)

Shah Jina