ખબર

90 ના દશકમાં શિવ બનીને લોકપ્રિય થયો હતો આ અભિનેતા, વર્ષો પછી આ કામ કરીને કરી રહ્યો છે કમાણી

શિવરાત્રીના પવિત્ર દિવસના મૌકા પર આજે અમે તમને 90 ના દશકના તે શિવ વિશે જણાવીશું જેણે લોકપ્રિય સિરિયલ ‘ઓમ નમઃ શિવાય’માં મુખ્ય રોલ કર્યો હતો. તમે ભલે તેને ભૂલી ગયા હોવ પણ આજે પણ આ અભિનેતા ફિલ્મોમાં જોવા મળે છે.

Image Source

90 ના દશકમાં ધાર્મિક ફિલ્મો અને સિરિયલો ખુબ જોવામાં આવતી હતી, તે જ સમયમાં ઓમ નમઃ શિવાય સિરિયલ ખુબ લોકપ્રિય બની હતી. ધીરજ કુમારના નિર્દેશનમાં બનેલી આ સિરિયલ બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ જોવાનું પસંદ કરતા હતા.

Image Source

જેમાં શિવ ભગવાનનો કિરદાર અભિનેતા ‘સમર જય સિંહ’એ નિભાવ્યો હતો. ભગવાન શિવના રોલમાં સમર જય સિંહને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. લોકો અસલ જીવનમાં પણ સમર જય સિંહને ભગવાન શિવ જ માનવા લાગ્યા હતા.

Image Source

જો કે સમર જય સિંહે અન્ય ઘણા શો માં કામ કર્યું છે જેમાં સમ્રાટ અશોક, મૃત્યુંજય, રામાયણ અને મહારાજ રણજિત સિંહ શામિલ છે પણ તેને સાચી નામના તો ભગવાન શિવના કિરદાર દ્વારા જ મળી હતી. આજે પણ લોકો સમર જય સિંહને ભગવાન શિવના કિરદાર માટે વધુ ઓળખે છે.

Image Source

ટીવી સિવાય સમર જય સિંહે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. લિટિલ વૉર, સુંદરી, ગદ્દર:એક પ્રેમ કથા, પિંજર, અબ તુમ્હારે હવાલે વતન સાથિયો, અપને, એક થા ટાઇગર અને હિરોપંતી જેવી ફિલ્મોમાં સમર જય સિંહ જોવા મળી ચુક્યા છે.

Image Source

સમર જય સિંહ આજે એક એક્ટિંગ કોચ છે અને મુંબઈમાં ક્રિએટિંગ કેરેકર્ટસના નામથી એક્ટિંગ સ્કૂલ ચલાવે છે. આ ઇન્સ્ટિયૂટ દ્વારા તે તેવા યુવાનોને એક્ટિંગમાં ટ્રેનિંગ આપે છે જેઓ ફિલ્મો અને ટીવી દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવે છે.

Image Source

સમર જય સિંહએ આ એક્ટિંગ ઇન્સ્ટિયૂટ વર્ષ 2005 માં ખોલ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી તે તેની સાથે જ  જોડાઈને આ કામ કરી રહ્યા છે. જો કે તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું છોડ્યું નથી. તે શ્રદ્ધા કપૂરની ફિલ્મ હસીના પારકરમાં પણ જોવા મળ્યા હતા.

Author: GujjuRocks Team


તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ