અજબગજબ ખબર

વધારે વજનના કારણે બોયફ્રેન્ડે કરી દીધું હતું બ્રેકઅપ, વજન ઉતારીને આ રીતે યુવતીએ લીધો બદલો, જુઓ તસવીરો

મોટાપાથી આજે ઘણા લોકો પરેશાન છે. ક્યારેક કયારેક મોટાપો હાસ્યસ્પદ પણ બને છે અને કયારેક ક્યારેક આ મોટાપાના કારણે સંબંધો પણ તૂટતાં હોય છે. આવો જ એક કિસ્સો હાલ ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે. જેમાં એક યુવતીને પણ પોતાના મોટાપાના કારણે તેના પ્રેમીએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

30 વર્ષની સમાંથા કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં રહે છે અને તે એક સિંગલ મધર છે. સમાંથાનું વજન 165 કિલોગ્રામ હતું અને ઘણી મહેનત છતાં તે પોતાનું વજન ઓછું નહોતું કરી શકતી.

વજન ઘટાડવા માટેની બધી જ રીતોનો ઉપયોગ કર્યા બાદ સમાંથાએ ઓપરેશનનો સહારો લીધો અને ગ્રેસ્ટિક સ્લીવ સર્જરી દ્વારા 90 કિલો જેટલું વજન ઓછું કર્યું. તેને સોશિયલ મીડિયા ઉપર જ પોતાના વજન ઘટાડવાની સ્ટોરી પણ શેર કરી છે.

બોર્ડ પાંડા સાથેની એક વાતચીત દરમિયાન સમાંથાએ જણાવ્યું હતું કે “હું 12 વર્ષની ઉંમરથી જ ડાયટિંગ કરી રહી છે. વજન ઘટાડવા માટે પણ મેં ઘણી જ દવાઓ લીધી. આ ઉપરાંત બીજી પણ ઘણી તરકીબો અપનાવી પરંતુ મારુ વજન થોડા સમય માટે ઓછું થઇ જતું હતું પરંતુ ફરીવાર તે વધી જતું હતું.”

તેને એમ પણ જણાવ્યું કે વધારે વજનના કારણે પણ તેને ક્યારેય મોટાપાથી જોડાયેલી કોઈ સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો.  જો કે હવે તે પોતાની જાતને સંપૂર્ણ રીતે બદલાવ માંગે છે.

સમાંથાએ જણાવ્યું કે તેને તેના બોયફ્રેન્ડ સાથે 2 વર્ષ સુધી ડેટ કર્યું. પરંતુ આ દરમિયાન તેને ક્યારેય પોતાના પરિવારજનો અને મિત્રો સાથે મને ના મળાવી. એક દિવસ તેને મને જણાવ્યા વગર જ બ્રેકઅપ કરી નાખ્યું. મને ખુબ જ ખોટું લાગ્યું. પરંતુ મેં હાર ના માની અને પોતાના ઉપર જ ફોકસ કર્યું.


સમાંથા જણાવે છે કે તેને જે લોકોને ડેટ કર્યું તે બધાને તેના વજનના કારણે તકલીફ હતી. તે કહેતી હતી કે હું બાળપણથી જ હમેશા લોકોને ઇન્સ્પાયર કરવા માંગતી હતી. પરંતુ ક્યારેય નહોતું વિચાર્યું કે વજન ઘટાડવા માટે લોકોને ઇન્સ્પાયર કરી શકીશ. હવે હું હંમેશા લોકોને મારો અનુભવ શેર કરું છું અને વજન ઓછું કરવા માટે મોટીવેટ કરું છું.