કયારેક એક ટંકનું જ ખાવાનું ખાતી હતી સામંથા રૂથ પ્રભુ, છૂટાછેડા બાદ ઠુકરાવી ચૂકી છે 200 કરોડની એલિમની, આ વેબ સીરીઝમાં સામંથા રૂથ પ્રભુએ આપ્યા ખૂબ ઇંટીમેટ સીન, જોનારનો તો છૂટી ગયો હતો પરસેવો

સ્ટ્રગલ સ્ટોરી: આજે 35 વર્ષની થઇ પુષ્પાની હિરોઈન….સ્કૂલ મોકલવા માટે ઘરવાળા પાસે ન હતા પૈસા, ઘર ચલાવવા માટે કરી મોડલિંગ, છૂટાછેડા માટે આપેલા 200 કરોડને ઠોકર મારી દીધી, આ છે રસપ્રદ સ્ટોરી

સાઉથથી લઇને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવનાર સામંથા રૂથપ્રભુ આજે 35 વર્ષની થઈ ગઈ છે. સામંથા ફિલ્મોમાં આવવા માંગતી ન હતી, પરંતુ જ્યારે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ત્યારે તેણે ઘર ચલાવવા માટે મોડલિંગમાં ઝંપલાવ્યુ. ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશ્યા બાદ રવિ વર્મને સામંથાને ફિલ્મોમાં સ્થાન આપ્યું. આજે આ જ સામંથા 65થી વધુ ફિલ્મોમાં કામ કરીને સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક બની ગઇ છે.

આજે સામંથાનો જન્મદિવસ છે અને આ ખાસ અવસર પર જાણીએ તેની સંઘર્ષથી ભરેલી સુંદર સફર… સામંથા રૂથ પ્રભુ જન્મ 28 એપ્રિલ 1987ના રોજ કેરળમાં થયો હતો. વિશ્વ તેને સમંથા તરીકે ઓળખે છે, જોકે તે તેના પરિવાર માટે યશોદા છે. 12મા ધોરણમાં પહોંચ્યા પછી, સામંથાના પરિવારના સભ્યો પાસે તેની શિક્ષણ ફી ભરવા માટે પૈસા નહોતા. આખરે, સામંથાએ પોતે નાની-નાની નોકરી કરીને ફી એકઠી કરી.

સામંથાએ માત્ર પૈસા કમાવવા માટે જ મોડલિંગમાં પગ મૂક્યો હતો. તેના મોડલિંગ દિવસો દરમિયાન, સામંથાને દક્ષિણના ફિલ્મ નિર્માતા રવિ વર્મને જોઇ હતી. રવિએ જ સામંથાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પરિચય કરાવ્યો હતો. હોલીવુડ અભિનેત્રી ઓડ્રે હેપબર્ન તેની પ્રેરણા બની હતી, જે તેના કુદરતી અભિનયથી અલગ છે. અભિનેત્રીએ 2010માં યે માયા ચેસાવેથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સામંથાની સાથા નાગા ચૈતન્ય હતો. પ્રથમ ફિલ્મ હિટ રહી હતી અને સામંથાને ઈન્ડસ્ટ્રીમાં ઘણી પ્રશંસા મળી હતી.

ત્યારથી લઇને અત્યાર સુધી સામંથાએ તમિલ, તેલુગુ ભાષામાં લગભગ 65 ફિલ્મોમાં કામ કર્યું છે. સામંથા રૂથપ્રભુ 11 મિલિયન ડોલર એટલે કે લગભગ 80 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે. ફિલ્મો ઉપરાંત, સામંથા ફેશન લેબલ સાકી અને પ્રી-સ્કૂલ એકમમાંથી પણ કમાણી કરે છે. વર્ષ 2012માં સામંથાને ઈમ્યુનિટી ડિસઓર્ડર હતો, જેના કારણે તેણે ઘણી મોટી ફિલ્મો રિજેક્ટ કરી હતી.

જ્યારે તેની તબિયતમાં સુધારો ન થયો ત્યારે સામંથાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. સામંથા અને નાગા ચૈતન્યએ વર્ષ 2010માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યુ હતુ. લગભગ 7 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 2017માં સગાઈ કરી અને તે જ વર્ષે 6 ઓક્ટોબર 2017ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી, અભિનેત્રી સામંથા અક્કીનેની બની. સામંથા-નાગાએ 2 ઓક્ટોબર 2021ના રોજ તેમના છૂટાછેડાની સત્તાવાર જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

એ જ વર્ષે જુલાઈમાં સામંથાએ તેના નામમાંથી અક્કીનેની સરનેમ હટાવી દીધી હતી. છૂટાછેડા પછી, નાગા ચૈતન્યએ સામંથાને 200 કરોડની એલિમોની ઓફર કરી, પરંતુ અભિનેત્રીએ તેને ઠુકરાવી દીધી. પુષ્પાના આઈટમ સોંગ બાદ તો સામંથાની લોકપ્રિયતામાં ખૂબ વધારો થયો છે. સામંથા કાથુ વકુલા રેન્દુ કાધલ, શકુંતલમ, યશોદા અને અનટાઈટલ્ડ તેલુગુ ફિલ્મમાં જોવા મળશે.ફિલ્મો સિવાય સમંથા પ્રભુએ વેબ સિરીઝમાં પણ હાથ અજમાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

આ વેબ સિરીઝમાં સૌથી લોકપ્રિયનું નામ છે ‘ધ ફેમિલી મેન 2’. આ વેબ સિરીઝમાં સામંથાએ રાજીની ભૂમિકા ભજવી હતી. આમાં અભિનેત્રીએ ટોપલે થઈને એવો ઈન્ટીમેટ સીન આપ્યો હતો કે આ સીનની ચર્ચાઓ હજુ પણ થઈ રહી છે.સામંથાને અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ ‘પુષ્પા’માં આઈટમ સોંગથી ખ્યાતિ મળી હતી. સમંથાનો આ આઈટમ નંબર આખી દુનિયામાં ફેમસ થઈ ગયો. સામંથા રૂથ પ્રભુ તમિલની સુંદર અભિનેત્રીઓમાંની એક છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

તે તેની કારકિર્દીમાં પણ ખૂબ જ સફળ છે. સામંથા આજના સમયમાં ઘણું સામાજિક કાર્ય કરે છે. તેનુ પોતાનુ એક એનજીઓ પણ છે, જેનું નામ પ્રત્યુષા સપોર્ટ છે. તે બાળકો અને મહિલાઓને તબીબી સંભાળને સમર્થન આપે છે. સામંથાના અંગત જીવનની વાત કરીએ તો નાગા ચૈતન્ય સાથે ડેટિંગ અને લગ્ન કરતા પહેલા તેનું નામ ‘રંગ દે બસંતી’ ફેમ સિદ્ધાર્થ સાથે જોડવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

બંને અઢી વર્ષ સુધી રિલેશનશિપમાં હતા, પરંતુ વર્ષ 2015માં તેમનું બ્રેકઅપ થઈ ગયું. તેનું કારણ હતું સિદ્ધાર્થનું બાકીની છોકરીઓ સાથે નજીક આવવું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સામંથા જીવનમાં સિદ્ધાર્થ સાથે સેટલ થવા માંગતી હતી, પરંતુ સિદ્ધાર્થના અન્ય સપના હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે અંતર આવી ગયું અને તેઓ અલગ થઈ ગયા. જો કે, બંનેએ ક્યારેય તેમના સંબંધોની વાત સ્વીકારી નથી.

Shah Jina