એક્સ પતિના લગ્નનું દુખ તો હજુ ઓછુ નહોતુ થયુ ત્યાં સામંથા રૂથ પ્રભુ પર તૂટી પડ્યો દુખોનો પહાડ, પિતાના નિધન બાદ ભાંગી પડી એક્ટ્રેસ

સાઉથ સિનેમામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીની પોપ્યુલર સ્ટાર સામંથા રૂથ પ્રભુ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રીના પિતા જોસેફ પ્રભુનું નિધન થયું છે. સામંથાએ પોતે આ માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ચાહકોને આપી છે.

સામંથા રૂથ પ્રભુના પિતાનું અવસાન

સામંથા રૂથ પ્રભુએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પિતા માટે એક નોટ લખી. તેણે લખ્યુ, ‘જ્યાં સુધી ફરી મળીએ નહીં ત્યાં સુધી પપ્પા..’ આ સાથે અભિનેત્રીએ બ્રોકન હાર્ટ ઈમોજી પણ રાખ્યુ હતુ. અભિનેત્રીની આ સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે. જેના પર બધા તેને સાંત્વના આપતા જોવા મળી રહ્યા છે.

પિતા સાથે કેવો હતો સામંથાનો સંબંધ ?

જણાવી દઈએ કે થોડા સમય પહેલા સામંથાએ ગલાટ્ટા ઈન્ડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે, મારા પિતા એવા જ હતા જેવા બધાના હોય. તેમને લાગે છે કે તે મને પ્રોટેક્ટ કરી રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે હું વધારે સ્માર્ટ નથી.

જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ સામંથા

સામંથા રૂથ પ્રભુ છેલ્લા ઘણા સમયથી તેના જીવનમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. હકીકતમાં, અભિનેત્રીએ વર્ષ 2021માં તેના પતિ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા હતા. ત્યારથી તેનું જીવન ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયું. અભિનેત્રીના પિતા પર પણ તેની ઘણી અસર થઈ. આ માટે તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક કવિતા લખી હતી. તેણે લખ્યું હતું કે, ‘ઘણા સમય પહેલા એક કહાની હતી અને હવે તે ક્યાંય નથી. તો ચાલો એક નવી વાર્તા, અને નવો અધ્યાય લખીએ.

Shah Jina