નાગાર્જુનના ઘરની વહુ બન્યા પહેલા આ સ્ટાર સાથે લિવ ઇન રિલેશનમાં રહી હતી સામંથા, નામ જાણી હેરાન રહી જશો

સાઉથનો સૌથી મોટો હીરો નાગાર્જુનની વહુ બનતા પહેલા ક્યાં મર્દ સાથે લિવ ઇનમાં રહેતી હતી? ખુલ્યું મોટું રાઝ

સામંથા અક્કિનેકી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. સામંથાએ ટોલીવુડ સાથે સાથે બોલિવુડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે. આ સાથે જ તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.

સાઉથ ફિલ્મની અદાકારા સામંથા અક્કિનેકીએ ટોલિવુડ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા છે અને તે હાલ તેનું લગ્નજીવન ઘણુ જ એન્જોય કરી રહી છે. સામંથાએ વર્ષ 2017માં નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ અદાકારા સામંથા અક્કિનેકી તેના દમદાર અભિનય અને ખૂબસુરતી માટે જાણિતી છે.

એક સમય હતો જયારે સામંથાના બોલિવુડ અને સાઉથ ફિલ્મ અભિનેતાના ઇશ્કની ચર્ચા ઘણી હતા. એ દિવસોમાં તેને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર ફિલ્મ સ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસન સાથે બ્રેકઅપ બાદ “રંગ દે બસંતિ” ફેમ અભિનેતા સિદ્ધાર્થનું દિલ સામંથા અક્કિનેકી પર આવી ગયુ હતુ.

ફિલ્મ સ્ટાર સામંથા અક્કિનેકી અને સિદ્ધાર્થની પહેલી મુલાકાત તેમની ફિલ્મ “જબરદસ્ત”ના સેટ પર થઇ હતી અને ત્યાં તેઓ બંને પ્રેમમાં પડ્યા હતા. જો કે, બંનેએ કયારેય ખુલીને તેમના પ્રેમનો ઇઝહાર કર્યો ન હતો. બંનેને ઘણીવાર ઇવેન્ટમાં એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.

એક ઇવેન્ટમાં સિદ્ધાર્થે તેના ડાંસ પર્ફોમન્સને ઇનડાયરેક્ટલી અભિનેત્રી સામંથાને ડેડિકેટ કર્યો હતો. જે બાદ અભિનેત્રી ઇવેન્ટમાં શરમાતી જોવા મળી હતી.

મીડિયા રીપોર્ટ્સની માનીએ તો સામંથા એ સમયે અભિનેતાના પ્રેમમાં પાગલ હતી, જે બાદ તેઓ સાથે રહેવા પણ લાગ્યા હતા. લગભગ 2.5 વર્ષ સુધી સંબંધમાં રહ્યા બાદ તેમના વચ્ચેે તિરાડ પડવા લાગી અને તે બાદ તેમણે બ્રેકઅપનો નિર્ણય કર્યો. જો કે, બ્રેકઅપનું કારણ હજી સામે આવ્યુ નથી.

સામંથા તેના રિલેશનશિપ બાદ તે કરિયરમાં આગળ વધવા લાગી. ત્યારે તેના જીવનમાં બીજીવાર પ્રેમની એન્ટ્રી થઇ અને અભિનેત્રીએ તે બાદ સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે લગ્ન કરી લીધા હતા.

તમને જણાવી દઇએ કે, સામંથાએ એક વખત તેના એક્સ બોયફ્રેન્ડની વાત કરતા નામ લીધા વગર ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, હું મારી પર્સનલ લાઇફમાં એટલી મુશ્કેલીઓમાં આવી ગઇ હતી બિલકુલ સાવિત્રીની જેમ. પરંતુ સારુ છે કે શરૂઆતમાં મને ઘણુ જલ્દી સમજમાં આવી ગયુ. આ વાતનો અહેસાસ થયો કે કંઇક ખરાબ થઇ શકતુ હતુ. હું આભારી છુ કે મને નાગા ચૈતન્ય જેવો હિરો મળ્યો.

Shah Jina